Mukhy Samachar

News of Monday, 20th March, 2017

મુખ્યમંત્રીની રેસમાં હું નથી : ભાજપને બ્રેક મારવા શરદ પવારને મળ્યો હતો : શંકરસિંહ વાઘેલા

અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠકઃ વિધાનસભા ચૂંટણી પહેલા કાર્યકરોમાં ઉત્સાહ જગાવવા અને રણનીતિ ઘડવાના સંદર્ભમાં કોંગ્રેસ પાર્ટીની બેઠક

<br /> મુખ્યમંત્રીની રેસમાં હું નથી : ભાજપને બ્રેક મારવા શરદ પવારને મળ્યો હતો : શંકરસિંહ વાઘેલા

      

      અમદાવાદ, તા.૨૦ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આડે વધારે સમય રહ્યો નથી ત્યારે કોંગ્રેસે પણ આક્રમક તૈયારી પોતાની રીતે હાથ ધરી છે. પ્રદેશ કોંગ્રેસની બેઠક આજે  મળી હતી.  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ આવે છેના સૂત્ર સાથે નેતાઓ, ધારાસભ્ય અને કાર્યકરોની બેઠક મળી હતી. બેઠકમાં ચૂંટણી માટે તૈયારીમાં લાગી જવા આહવાન કરાયું હતું. ચૂંટણીની રણનીતિ અને કોંગ્રેસના કાર્યકરોમાં જુસ્સો ભરવા માટે આજે અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસની બેઠક મળી હતી. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો, વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. વિરોધપક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ ઘટસ્ફોટ કર્યો છે કે હું સીએમ પદની રેસમાં નથી અને હું વિધાનસભાની ચૂંટણી સુધી જ છું.

      ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાય તેવી સંભાવના વચ્ચે પ્રદેશ કોંગ્રેસે આગામી ચૂંટણીના રણનિતી અને કોંગ્રેસના કાર્યકરોમાં જોમ પુરુ પાડવા માટે અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસની બેઠક મળી હતી. જેમાં કોંગ્રેસના તમામ નેતા, ધારાસભ્યો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પ્રભારી ગુરુદાસ કામત પણ હાજર હતા. વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ બેઠકમાં કહ્યું હતું કે, ભરતસિંહ હોય કે સિધ્ધાર્થભાઈ કોઈ સીએમની રેસમાં નથી. સીએમ બનવા માટે કોઈ મહેનત કરતું નથી અને અમારી વચ્ચે કોઈ હરિફાઈ નથી. બહુમતી આવે પછીનો સવાલ છે, પણ હું અત્યારે સીએમની રેસમાં નથી, અને મારી જાતને હું સીએમની રેસમાંથી વિથડ્રો કરું છું, હું વિધાનસભાની ચૂંટણી સુધી જ છું. પણ સામે બેઠેલા કાર્યકરોએ મોટા અવાજ કહ્યું કે બાપુ આપ જ સીએમ છો અને હું દિલ્હી ગયો અને એનસીપીના નેતા શરદ પવારને મળ્યો તો જાતજાતના તર્કો શરૃ થઈ ગયા હતા. તેનો ખુલાસો કરતા શંકરસિંહે જણાવ્યું હતું કે, હવે હું દિલ્હી તમને પુછી ને જઈશ. દિલ્હી ગયો હતો તે માત્ર કામ માટે ગયો હતો અને એનસીપી નેતા શરદ પવારને મળ્યો તેનો ઉદ્દેશ હતો કે ભાજપને અટકાવવા માટે પવાર સાથે ચર્ચા કરી હતી. શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે ઉત્તરપ્રદેશમાં જે કઈ બન્યું તે ધ્રુવીકરણ હતું.

       

      

       

       

 (04:37 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો