Mukhy Samachar

News of Monday, 20th March, 2017

ઘોઘા-દહેજ વચ્ચે રો-રો ફેરી મે-જૂનથી શરૂ થશે

૬૧૫ કરોડના પ્રોજેકટનું ઉદ્ઘાટન કરશે મોદી : ૩૫૦ કિમીનું અંતર થશે ૩૦ કિમીનું

   નવી દિલ્હી તા. ૨૦ : ગુજરાતીઓ છેલ્લા ત્રણ વર્ષથી જેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે તે ઘોઘા-દહેજને જોડતી રો-રો (રોલ-ઓન રોલ ઓફ) ફેરી મે-જૂનથી શરૂ થવાના આસાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઘોઘામાં બાંધકામ લગભગ પૂરુ થઈ ગયુ છે અને આ મહિનાના અંતથી ટ્રાયલ શરૂ થઈ જશે.

   રૂ. ૬૧૫ કરોડના આ પ્રોજેકટનું ઉદઘાટન વડાપ્રધાન મોદી તેમની ગુજરાતની નેકસ્ટ વિઝિટ દરમિયાન કરે તેવી શકયતા છે. આ પ્રોજેકટનો ખર્ચ અપેક્ષિત ખર્ચ કરતા લગભગ ડબલ થઈ ગયો છે. ગુજરાત મેરિટાઈમ બોર્ડ આ પ્રોજેકટના અંતિમ તબક્કામાં છે.

   ગુજરાતમાં શરૂ થનારી આ રો-રો ફેરી દક્ષિણ એશિયાની સૌપ્રથમ રો-રો ફેરી હશે. આ પ્રોજેકટ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડી દેશે અને યાત્રીઓનો ટ્રાવેલિંગનો સમય અને ફયુઅલની ભારે બચત થશે. આ ઉપરાંત રોડ પર ટ્રાફિક પણ હળવો થશે.

   આ માટે ભાવનગર નજીક ઘોઘા અને ભરૂચ નજીક દહેજ પાસે આંતરરાષ્ટ્રીય કક્ષાના ટર્મિનલ બનાવવામાં આવી રહ્યા છે. હાલમાં ઘોઘા-દહેજ વચ્ચે રોડ ઉપર ૩૫૦ કિલોમીટરનું અંતર થાય છે. ફેરીથી આ અંતર માત્ર ૩૦ કિલોમીટર જેટલુ થઈ જશે. એક વાર આ પ્રોજેકટ પૂરો થાય પછી આ સર્વિસ કચ્છ અને ખંભાતના અખાતમાં પણ વિસ્તારવામાં આવશે. મુંબઈ અને દક્ષિણના બીજા રાજયોને પણ આ લિન્કથી જોડવાનું સરકારનું આયોજન છે.

   GMBના ચીફ એકિઝકયુટિવ ઓફિસર અજય ભાદુએ જણાવ્યું કે, ટેકિનકલ ચેકિંગના કારણે આ પ્રોજેકટ થોડો પાછો ઠેલાયો છે. પરંતુ તેમને આશા છે કે મે કે જૂનના મધ્યભાગમાં આ સુવિધા ચાલુ થઈ જશે. ટ્રાયલ રન ટૂંક જ સમયમાં શરૂ થવાની આશા છે. વડાપ્રધાન મોદી આનું ઉદઘાટન કરશે કે કેમ તે અંગે ભાદુએ જણાવ્યું કે તે એવી આશા રાખી રહ્યા છે.

   ટર્મિનલ કન્સ્ટ્રકશનની વાત કરીએ તો ૮૪ ટકા કન્સ્ટ્રકશન પૂર્ણ થઈ ચૂકયું છે. GMBએ બેમાંથી એક તરતો પુલ લોન્ચ કરી દીધો છે. હોડી અને તરતા પુલ વચ્ચેનું અંતર ૯૬ મીટર છે અને તે વિશ્વનો સૌથી લાંબો પુલ ગણવામાં આવી રહ્યો છે. આ બાંધકામ પણ લગભગ પૂરુ થવામાં છે.(૨૧.૨૪)

 (04:06 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો