Mukhy Samachar

News of Monday, 20th March, 2017

હવે રેલવે સફરમાં પણ સંગીત અને ફિલ્મનું મનોરંજન માણી શકાશે

<br />હવે રેલવે સફરમાં પણ સંગીત અને ફિલ્મનું મનોરંજન માણી શકાશે

   નવી દિલ્હી તા. ૨૦: જો તમે ટીવી સિરિયલ કે ફિલ્મના દીવાના છો તો રેલવે યાત્રા દરમિયાન તમારા મોબાઈલ, ટેબ્લેટ કે લેપટોપ પર તેની મજા લઈ શકો છો. રેલ મંત્રાલય યાત્રીઓને ટ્રેનમાં સફર દરમિયાન કે રેલવે સ્ટેશન પર મનોરંજનની સામગ્રી પૂરી પાડવાનું સ્વપ્ન પૂરું કરવાની નજીક પહોંચી ચૂકયું છે. મંત્રાલયની માગ પર કન્ટેઇન્ટ (સીઓડી) અને રેલ રેડિયો સેવા આપવા માટે કંપનીઓને આમંત્રણ આપ્યું છે. એપ્રિલથી યાત્રીઓ માટે આ સેવા શરૂ કરવામાં આવશે. સીઓડીની પહેલમાં ટીવી સિરિયલ, ફિલ્મો, નાના વીડિયો, બાળકોના શો, આધ્યાત્મિક શો, ફિલ્મી ગીતો, ક્ષેત્રિય ગીતો, આધ્યાત્મિક સંગીત, ઇલેકટ્રોનિકસ ન્યૂઝ પેપર, ગેમ્સ અને શૈક્ષણિક સામગ્રી ઉપલબ્ધ કરાવાશે. બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપના એક તાજેતરના રિપોર્ટ મુજબ ટ્રેન અને રેલવે સ્ટેશન પર સીઓડી દ્વારા રેલવેનું કુલ ઇન્ફોટેન્મેન્ટ બજાર આગામી ત્રણ વર્ષમાં ૨૨૭૭ કરોડ સુધી પહોંચી શકે છે,

   તેમાં રેડિયો, ઓડિયો, ડિજિટલ મ્યુઝિક અને ડિજિટલ ગેમિંગ સામેલ હશે. રિપોર્ટ કહે છે કે તેમાં કન્ટેઇન્ટનો માલિકી હક રાખનારી કંપનીઓ ઇરોઝ એન્ટરટેઇન્મેન્ટ, બાલાજી પ્રોડકશન અને શેમારુ એન્ટરટેઇન્મેન્ટ તથા કન્ટેઇન્ટ એગ્રીગેટર રેડિયો ક્રજ્રાજીડ ક, ફીવર એફએમ, હંગામા અને બિન્દાસ્ત જેવી પાર્ટીઓ પણ તેમાં રસ દાખવી શકે છે. સાથે-સાથે મુખ્ય ટેલિકોમ કંપનીઓ વોડાફોન, આઈડિયા, એરટેલ તેમજ ઇન્ટરનેટ સેવા આપતી કંપનીઓ પણ આ પ્રોજેકટમાં આગળ વધે તેવી શકયતા છે.  આ ઘટનાક્રમ સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું કે આ ઉદ્યોગમાં તમામ મોટી કંપનીઓ રસ દાખવે તેવી શકયતા છે. આ માટે ૧૦ વર્ષનો કોન્ટ્રાકટ કરવો પડશે. (૨૫.૧૨)

 (03:47 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS