Mukhy Samachar

News of Monday, 20th March, 2017

મણીપુર : વિધાનસભામાં ભાજપે બહુમતી પુરવાર કરી

મુખ્યમંત્રી બિરેન સિંહને મળ્યું ૩૩ ધારાસભ્યોનું સમર્થન : ૪ પક્ષોએ ટેકો આપ્યો

મણીપુર : વિધાનસભામાં ભાજપે બહુમતી પુરવાર કરી

   ઇમ્ફાલ તા. ૨૦ : ગોવા અને યૂપીમાં સત્ત્ા પર પોતાનો ઝંડો લહેરાયા બાદ મણિપુરમાં ભાજપે શકિત પરીક્ષણ જીતી લીધું છે. ભાજપે વિધાનસભામાં બહુમત સાબિત કરી લીધા છે. મણીપુરમાં પ્રથમવાર ભાજપની સરકાર બની છે.

   બીરેન સિંહએ ઇમ્ફાલની એક હોટલમાં પોતાના સમર્થક ધારાસભ્યોની સાથે બેઠક કરી હતી. મીટિંગમાં શકિત પરીક્ષણ દરમિયાન પાર્ટીની રણનીતિ પર ચર્ચા થઇ. મળતી માહિતી અનુસાર આ બેઠકમાં ૩૧ એમએલએ હાજર રહ્યા હતા. આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવ, અસમના નાણા મંત્રી હિમાંતા બિસ્વા શર્માપણ મીટિંગમાં હાજર રહ્યા હતા. બેઠકમાં ભાજપ ધારાસભ્ય એસ રંજન સિંહને પણ સમર્થક ધારાસભ્યોના સંયોજક બનાવવામાં આવ્યા હતા. આ પહેલા રાજયપાલ નજમા હેપતુલ્લાએ ભાજપ ધારાસભ્ય હાંગખાનલિયાનને પ્રોટેમ સ્પીકર નિયુકત કર્યા હતા.

   ૬૦ સભ્યોવાળી મણિપુર વિધાનસભામાં બહુમત માટે ૩૧ વિધાયકોની જરૂર હતી. હાલમાં થયેલી વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસને ૨૮ અને ભાજપને ૨૧ સીટો મળી. બીજા નંબર પર રહેવા છતાં ભાજપે સરકાર બનાવા માટે જરૂરી ૩૧ વિધાયકો એકત્રિત કર્યા હતા. મણિપુરમાં પહેલીવાર બધી જ ૬૦ સીટો પર પોતાના ઉમેદવારોને ઉતાર્યા હતા.

   ભાજપે મણિપુરમાં વિધાનસભા ચૂંટણીમાં ૨૧ સીટો જીતી છે. એનપીએફ અને નગા પીપુલ્સ પક્ષના ચાર - ચાર વિધાયકોને તેને સમર્થન આપ્યું. આ ઉપરાંત તૃણમૂલ કોંગ્રેસ અને લોજપાના એક-એક વિધાયક અને ૧ નિર્દલીય વિધાયક પણ ભાજપની સાથે છે.

   ૫૬ વર્ષના બીરેનસિંહ નેશનલ લેવલના ફુટબોલર રહ્યા છે. બાદ તેઓએ પત્રકારમાં પોતાની કારકિર્દી બનાવી ૨૦૦૨માં તેઓએ ડેમોક્રેટીક પીપુલ્સ પક્ષ સાથે જોડાઇને રાજનીતિના સફરની શરૂઆત કરી.

   ઉલ્લેખનીય છે કે, ૧૧ માર્ચે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ જ ભાજપ અધ્યક્ષ અમિત શાહે દાવો કર્યો હતો કે ભાજપ પાંચ રાજ્યોમાં ચાર રાજ્યોમાં પોતાની સરકાર બનાવશે. ગોવા અને મણિપુરમાં સૌથી મોટો પક્ષ ન હોવા છતાં બંને રાજ્યમાં ભાજપે સત્તા મેળવી છે.(૨૧.૨૧)

 (03:46 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો