Mukhy Samachar

News of Monday, 20th March, 2017

ચાર જીએસટી પૂરક બિલને અંતે કેન્દ્રિય કેબિનેટે આપેલ લીલીઝંડી

ઐતિહાસિક જીએસટીને અમલી બનાવવાની દિશામાં પગલું : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મળેલી કેબિનેટ બેઠકમાં લીલીઝંડી : આ સપ્તાહમાં જ સંસદમાં ચારેય બિલ ઉપર ચર્ચા હાથ ધરવામાં આવે તેવી વકી

ચાર જીએસટી પૂરક બિલને અંતે કેન્દ્રિય કેબિનેટે આપેલ લીલીઝંડી

      નવી દિલ્હી, તા.૨૦ : કેન્દ્રિય કેબિનેટે આજે ચાર જીએસટી પૂરક બિલને લીલી ઝંડી આપી દીધી હતી. આની સાથે જ ઐતિહાસિક જીએસટીને અમલી બનાવવાની દિશામાં મોદી સરકારે વધુ એક પગલું ભરી લીધું છે. ચાર જીએસટી પૂરક બિલને કેબિનેટે મંજુરી આપ્યા બાદ હવે સંસદમાં તેમની રજુઆત માટેનો માર્ગ મોકળો થઈ ગયો છે. જે ચાર પૂરક બિલ છે તેમાં કમ્પેનસેશન લો, સેન્ટ્રલ-જીએસટી, ઈન્ટેગ્રેટેડ-જીએસટી અને યુનિયન ટેરેટરી જીએસટીનો સમાવેશ થાય છે. મની બિલ તરીકે આ બિલ હવે રજુ કરવામાં આવશે. જીએસટી પૂરક બિલને કેબિનેટ દ્વારા મંજુરી આપી દેવામાં આવી છે. આ બિલ હવે આ સપ્તાહમાં જ સંસદમાં રજુ કરવામાં આવનાર છે. જીએસટી બિલ આજની બેઠકમાં એકમાત્ર એજન્ડા તરીકે રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રિય કેબિનેટની બેઠક આજે મળી હતી. સંસદમાં એકસાથે ચર્ચા માટે આ ચારેય બિલ હાથ ધરવામાં આવ્યા હતા. સંસદ દ્વારા એક વખતે મંજુર થઈ ગયા બાદ રાજ્યો તેમના એસ જીએસટી બિલ માટે ચર્ચા હાથ ધરશે. જ્યારે એસ જીએસટીને સંસદ દ્વારા મંજુર કરવામાં આવનાર છે. પહેલી જુલાઈથી જીએસટીને અમલી કરવાની દિશામાં સરકારે પહેલ કરી દીધી છે. સંસદના વર્તમાન સત્રમાં જ સીજીએસટી, આઈજીએસટી, યુટીજીએસટી અને જીએસટી કમ્પેનસેશન બિલને મંજુર કરી દેવામાં આવશે. એસજીએસટી દરેક રાજ્ય વિધાનસભામાં મંજુર કરવામાં આવનાર છે. જાણકાર લોકોનું કહેવું છે કે સરકાર સ્વતંત્ર ભારતમાં સૌથી મોટા બિલને હાથ ધરવા જઈ રહી છે. જીએસટીની અંદર સેન્ટ્રલ ટેક્સ અને વેટને મર્જ કરી દેવામાં આવશે. સી-જીએસટીમાં કેન્દ્ર સરકારને ચીજવસ્તુ અને સર્વિસ ઉપર જીએસટી કરવેરા માટે અધિકાર રહેશે. જ્યારે આઈ-જીએસટી આંતરરાજ્ય સપ્લાય ઉપર આધારિત રહેશે. સૂત્રોએ કહ્યું છે કે, કાઉન્સિલે પહેલાથી જ પાંચ, ૧૨, ૧૮ અને ૨૮ટકાના ચાર સ્તરીય કરવેરા માળખાને આખરીઓપ આપી દીધો છે પરંતુ મોડલ જીએસટી કાયદાને લઇને પીકરેટ ૪૦ ટકા રાખવામાં આવ્યો છે. બીજી બાજુ સેસને લઇને પણ ચર્ચા છે. સૂત્રોનું કહેવું છે કે, સરકાર ૧૨મી એપ્રિલના દિવસે પુરા થઇ રહેલા સંસદના બજેટ સત્ર દરમિયાન એક સાથે સંસદમાં મંજુરી લેવા માટે આ તમામ ચારેય બિલ અને કાયદાઓને હાથ ધરવાના પ્રયાસ કરી શકે છે. એક મહત્વકાંક્ષી પહેલ તરીકે જીએસટીને ગણવામાં આવે છે. મોદી સરકાર જીએસટી આડેની તમામ અડચણો દૂર કરીને આને હવે નિર્ધારિત સમયે અમલી કરવા ઇચ્છુક છે. જીએસટીને અમલી કરવા માટેની તારીખ વારંવાર બદલાતી રહી છે. આ વખતે પ્રથમ વખત મક્કમ ઇરાદા સાથે પહેલી જુલાઈથી જીએસટીને અમલી કરવા માટે તૈયારી કરાઈ છે. જીએસટીને અમલી કરવાને લઈને છેલ્લા ઘણા વર્ષોથી પ્રયાસ થયા છે પરંતુ આને અમલી બનાવવામાં સફળતા મળી નથી. વારંવાર અમલીકરણને લઈને તારીખો પડતી રહી છે. હવે જીએસટીને પહેલી જુલાઈથી અમલી બનાવવાની જાહેરાત કરવામાં આવી છે પરંતુ કેટલીક દુવિધાઓ અકબંધ છે.

       

 (03:46 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS