Mukhy Samachar

News of Monday, 20th March, 2017

મુંબઇના પવઇમાં ધીરજમુનિનું પદાર્પણઃ કાલે કાંદીવલી પધારશે

મુંબઇના પવઇમાં ધીરજમુનિનું પદાર્પણઃ કાલે કાંદીવલી પધારશે

   રાજકોટ,તા.૨૦: શ્રી પવઇ સ્થાનકવાસી જૈન સંઘ મુંબઇ ૭૬ ખાતે પૂ.શ્રી ધીરજમુનિ મ.સા. મોરબી નિવાસી મુકેશભાઇ એમ. દોશીના નિવાસે પધારેલ. શનિવારે સવારે શોટ ફોરમેટસના માલિક નિયતી શાહના ૫૩માં માળેથી સંઘ સહિત વિહાર કરીને પવઇ પધાર્યા બાદ પ્રવચન, બપોરે જ્ઞાન શિબિર અને રાત્રે ૮થી૯ સોનમ ગોયાણી, પારસ શેઠે ભકિતગીતોની રસલ્હાણ કરેલ. રવિવારે સવારે ૯:૩૦ કલાકે લાઇફ મેનેજમેન્ટ વિષય પર પૂ.શ્રીએ ધર્મની વાસ્તવીક વ્યાખ્યા સમજાવી ધર્મસ્થાનકની મહત્તા સમજાવી હતી. અંબાજી મંદીરના પુષ્કર જાની અને શાસ્ત્રીજી હાજર રહેલ.

   વડીલોને માવિત્રો ધર્મ વારસમાં આપતા ગયા છે. પણ તમારી નવી પેઢીને માવિત્રો તરીકે તમારી ફરજ છે કે ધર્મનો વારસો આપવા જોઇએ અને દાનગંગોત્રી એકાદ કરોડ સુધી પહોંચતા જૈન જયતિ શાસનમના નાદે સૌ ઝૂમી ઉઠ્યા હતાં. નીરજ વોરા, મુકેશ કામદારે, મુકેશભાઇ અને ગુણવંતભાઇ દોશી, નીતાબેન નલીનભાઇ દોશી, પદ્માબેન મનોજભાઇ લાખાણી, મંદાકિનીબેન કાંતિલાલ ભાયાણી વગેરેનું સન્માન તેમજ જૈનાગમ અને પુસ્તક શ્રેણીની અર્પણ વિધિ સુરેખા અને તનુજા દોશીએ કરેલ. પૂ.શ્રી તા.૨૨થી કાંદીવલીમાં નૂતન ધર્માલય ખાતે બિરાજશે. કિશોર શાહે સૂત્ર સંચાલન કરેલ.

 (03:45 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો