Mukhy Samachar

News of Monday, 20th March, 2017

CM આવાસના શુધ્ધિકરણ બાદ યોગી આદિત્યનાથનો પ્રવેશ

ગાયના ૧૧ લીટર દૂધથી રૂદ્રાભિષેક હોમહવન

CM આવાસના શુધ્ધિકરણ બાદ યોગી આદિત્યનાથનો પ્રવેશ

   ગોરખપુર તા. ૨૦ : યોગી આદિત્યનાથે રવિવારે ઉત્તર પ્રદેશના ૨૧મા મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરવાની સાથે યુપીમાં યોગી યુગનો આરંભ થઈ ગયો છે. શપથગ્રહણ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, લાલકૃષ્ણ અડવાણી અને અમિત શાહ ઉપરાંત ટોચના નેતાઓ હાજર રહ્યા હતા.

   યુપીના નવા સીએમ અને ગોરક્ષપીઠના પીઠાધીશ્વર મહંત યોગી આદિત્યનાથ આજે લખનૌ સ્થિત સીએમ આવાસમાં પ્રવેશ કરશે. જોકે સીએમ આવાસમાં પ્રવેશ કરતા પહેલા ગોરક્ષમઠની દેશી ગાયના ૧૧ લિટર દૂધથી ત્યાં રુદ્રાભિષેક અને હોમહવન અને પૂજા કરવામાં આવ્યાં હતાં. આ કાર્ય સંપન્ન કરવા ગોરખપુર ગોરક્ષમઠથી પુરોહિત રામાનુજ ત્રિપાઠી અને પુરુષોત્ત્મ ચૌબેની આગેવાનીમાં બાલ પુરોહિતોની એક ટીમ લખનૌ પહોંચી ગઈ હતી. આ ટીમની સાથે ગાયોનું ૧૧ લિટર કાચું દૂધ પણ લાવવામાં આવ્યું હતું.

   સૂત્રોના જણાવ્યા અનુસાર શપથગ્રહણ સમારોહ બાદ ગોરખપુરની ગોરક્ષપીઠ સ્થિત ગૌશાળાને આ સંદેશો મળ્યો હતો અને ત્યારબાદ તેની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. રુદ્રાભિષેક અને હવન-પૂજન માટે ગોરક્ષપીઠ સ્થિત ગૌશાળા સેવા કેન્દ્રની પાંચ દેશી ગાયને દોહીને દૂધ લેવામાં આવ્યું હતું.સવારે ૪.૦૦ વાગ્યાથી ૮.૩૦ દરમિયાન સીએમ આવાસમાં પૂજન, રુદ્રાભિષેક અને હોમહવન કરવામાં આવ્યાં હતાં અને ત્યારબાદ યોગી આદિત્યનાથે સીએમ આવાસમાં પ્રવેશ કર્યો હતો. પીઠાધીશ્વર મહંત યોગી આદિત્યનાથની ગેરહાજરીમાં સમગ્ર મંદિરની વ્યવસ્થા સંભાળતા દ્વારિકા તિવારીએ આ વાતનું સમર્થન આપ્યું હતું.

 (03:45 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો