Mukhy Samachar

News of Monday, 20th March, 2017

'નમો ભકતનુ_ Live સુસાઇડ' મીડિયા આમંત્રિત!

<br />'નમો ભકતનુ_ Live સુસાઇડ' મીડિયા આમંત્રિત!

   મુંબઇ તા. ૨૦:  પ્રધાનમંત્રી જન ઔષધી પરિયોજનાના પૂર્વ ડિરેકટર સુનીલ શર્માએ ભારત સરકારની નીતિઓથી દુઃખી થઈને આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી છે. શર્માની આ ચેતવણી સોશિયલ મીડિયામાં ચર્ચાના ચકડોળે ચડી છે. શર્માએ પોતાનું દુઃખ જાહેર કરતા કહ્યું કે, 'સરકારે જેનરિક દવાઓ સસ્તા ભાવે મળી રહે તે માટે આ યોજનાની શરૂઆત કરી હતી. જે અંતર્ગત માર્ચ ૨૦૧૭ સુધીમાં ભારતના ૬૩૦ જિલ્લામાં જેનરિક દવાઓના ૩૦૦૦ સ્ટોર્સ શરૂ કરવાના હતા.'

   સરકારે આ મામલે કેટલાક નક્કર અને મોટા પગલા પણ ભર્યા હતા. કેન્દ્ર સરકારે ૨.૫ કરોડના ખર્ચે દેશભરમાં જાહેરાત કરી દવાની દુકાન ખોલવા માટે અરજીઓ મંગાવી હતી. જેમાં દેશમાંથી ૩૦,૦૦૦ જેટલા આવેદન આવ્યા હતા. જોકે સરકારી પંરપરા મુજબ લોકોને મેડિકલ સ્ટોર્સ ખોલવા માટેની પૂરી શરતો જણાવવામાં આવી ન હોવાથી આ આવેદનોમાંથી માત્ર ૮૦૦ દુકાનો જ શરૂ થઈ શકી હતી. તો બીજી તરફ હવે સરકારે આ જનહીતની યોજનાને કોરાણે મુકી દીધી છે.સુનીલ શર્માએ આ સાથે આરોપ લગવ્યો કે પ્રધાનમંત્રી જન ઔષધી પરિયોજનાના ચીફ એકિઝકયુટિવ ઓફિસર વિપ્લવ ચેટર્જી સરકારની આ જનહીતની યોજના સાથે રમત કરી રહ્યા છે. શર્માએ કહ્યું કે, 'સીઇઓ ચેટર્જીએ જાહેરાત પાછળ કરોડોનો ખર્ચો કર્યો પરંતુ પરીણામ શૂન્ય આવ્યું. જેના પર શર્માએ સવાલ ઉઠાવ્યા તો ફેબ્રુઆરી માસમાં તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા.' શર્માએ વધુમાં કહ્યું કે ડિરેકટરને  કાઢવાનો અધિકાર સીઈઓ પાસે નથી હોતો.' પોતાના સસ્પેન્શનથી દુઃખી શર્માએ સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. જેમાં પોતાની આત્મહત્યાના સમાચાર તેમણે ટ્વિટર અને ફેસબુક પર પણ પોસ્ટ કર્યા હતા.

 (03:33 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો