Mukhy Samachar

News of Monday, 20th March, 2017

રાજા ભૈયા સામે ચૂંટણી લડેલા બસપાના નેતા મોહમ્મદ શમીની ગોળી મારીને હત્યા

<br />રાજા ભૈયા સામે ચૂંટણી લડેલા બસપાના નેતા મોહમ્મદ શમીની ગોળી મારીને હત્યા

      અલ્હાબાદ તા. ૨૦ : અલ્હાબાદમાં કેટલાક હુમલાખોરોએ બસપાના નેતા મોહમ્મદ શમીની રવિવારે મોડી રાતે ગોળી મારીને હત્યા કરતાં ભય અને આતંક ફેલાઈ ગયો હતો. હત્યાની ઘટના બાદ હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. મોહમ્મદ શમીની હત્યાના સમાચાર મળતાં તેમના સમર્થકો ઘટનાસ્થળે ધસી ગયા હતા અને અલ્હાબાદ-પ્રતાપગઢ હાઈવે જામ કરી દીધો હતો અને પોલીસ વિરુદ્ઘ સૂત્રો પોકારવામાં લાગ્યા હતા. આ ઘટના બાદ અનેક પોલીસ સ્ટેશનના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. હત્યા પાછળ જૂની અદાવત કારણરૂપ હોવાનું માનવામાં આવે છે. મોહમ્મદ શમીએ સમાજવાદી પાર્ટીની ટિકિટ પર બાહુબલી ધારાસભ્ય રાજા ભૈયા વિરુદ્ઘ ચૂંટણી લડી હતી. આ ઘટના અલ્હાબાદના મઉઆઈમા પોલીસ સ્ટેશન વિસ્તારની છે.

      તેમના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે ૬૦ વર્ષના મોહમ્મદ શમી મૂળ દુબાહી ગામના રહીશ છે અને હાલ તેઓ મઉઆઈમાની પોલીસ સ્ટેશનથી ૧૦૦ કિ.મી. દૂર આવેલ સુલતાન ખાસમાં પરિવાર સાથે રહેતા હતા. તેઓ ત્રણ વખત મઉઆઈમાના લોક વડા રહી ચૂકયા હતા. સપા છોડીને બસપામાં આવેલ મોહમ્મદ શમી આ વખતે વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો સપોર્ટ ધરાવતા ઉમેદવાર સુજિતકુમાર મૌર્ય સામે માત્ર ચાર વોટથી હારી ગયા  હતા.પરિવારજનોના જણાવ્યા પ્રમાણે રાત્રે લગભગ ૯.૧૫ કલાકે મોહમ્મદ શમીની પોતાની કાર પાર્ક કરવા ઘરનો દરવાજો ખોલી રહ્યા હતા ત્યારે ત્યાં પહેલેથી છુપાયેલા હુમલાખોરોએ તેમના પર અંધાધૂંધ ફાયરિંગ કરી દીધું હતું અને પછી ફાયરિંગ કરીને હુમલાખોરો ફરાર થઈ ગય હતા. ફાયરિંગનો અવાજ સાંભળીને પરિવારજનો અને પાડોશીઓ બહાર દોડી આવ્યા હતા તો મોહમ્મદ શમી લોહીથી લથપથ જમીન પર પડ્યા હતા.ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ઘટનાના વિરોધમાં મોહમ્મદ શમીના ટેકેદારોએ અલ્હાબાદ-પ્રતાપગઢ હાઈવે જામ કરી દીધો હતો. પાછળથી સમજાવ્યા બાદ મોડી રાત્રે ૨.૩૦ કલાકે તેઓ રોડ પરથી હટવા તૈયાર થયા હતા. હુમલાખોરો બેથી ત્રણની સંખ્યામાં હોવાનું જાણવા મળ્યું છે તેમણે મોહમ્મદ શમીના માથા અને પેટમાં પાંચ ગોળીઓ ધરબી દીધી હતી.

       

 (03:33 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો