Mukhy Samachar

News of Monday, 20th March, 2017

ઓસ્ટ્રેલિયામાં ભારતીય પાદરી પર હુમલો : હોસ્પિટલમાં દાખલ

વંશીય હુમલાનો શિકાર બન્યા

<br />ઓસ્ટ્રેલિયામાં ભારતીય પાદરી પર હુમલો : હોસ્પિટલમાં દાખલ

      મેલબોર્ન તા. ૨૦ : ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં એક ભારતીય પાદરી વંશીય હુમલાનો શિકાર થયા છે. મેલબોર્ન ચર્ચના ૪૮ વર્ષના પાદરી રેવ ટોમી કલાથુર મેથ્યુનું ચર્ચમાં જ ગળું કાપવામાં આવ્યું હતું. પાદરી જયારે ચર્ચને સંબોધી રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો થયો હતો. ૭૨ વર્ષના હુમલાખોરની ઈરાદાપૂર્વક હુમલો કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી અને પાછળથી તેને જામીન આપવામાં આવ્યા હતા. હુમલાખોરે જણાવ્યું હતું કે તે ભણેલો નથી. હુમલાખોરે પાદરી પર એટલા માટે હુમલો કર્યો હતો કે તે ભારતીય મૂળના હતા.

      રવિવારે હુમલાખોર ચપ્પુ લઈને ફોકનર સ્થિત ચર્ચમાં પ્રવેશ્યો હતો. ચર્ચમાં હાજર એક મહિલા મેલીનાના જણાવ્યા પ્રમાણે ચર્ચની પાછળના ભાગમાં તીવ્ર ચીસોનો અવાજ આવતા મેં ત્યાં જોઈને જોયું તો ફાધર ટોમી હાથ હલાવીને મને બોલાવી રહ્યા હતા. તેમણે મને પોતાનું ગળું બતાવીને જણાવ્યું હતું કે તેમના ગળા પર છરીથી હુમલો કરવામાં આવ્યો છે. ફાધર ટોમીને શરીરના ઉપરના ભાગમાં ઈજાઓ થઈ છે. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જયાં તેમની હાલત સ્થિર છે.

      સિનિયર કોન્સ્ટેબલ રાયનન નોર્ટનના જણાવ્યા અનુસાર આ સ્થિતિમાં અમને આ ઘટના કંઈક અલગ પ્રકારની હોવાનું જણાય છે. મેલબોર્નમાં કેથલિક ચર્ચના પ્રવકતા સેન હીલીએ આ ઘટનાને ભયભીત અને આતંકિત હોવાનું જણાવ્યું હતું. સેનના જણાવ્યા પ્રમાણે કોઈ પણ શખસ સાથે આવો વર્તાવ થવો જોઈએ નહીં.

 (03:31 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો