Mukhy Samachar

News of Monday, 20th March, 2017

'યુપી મે ૩રપ, ગુજરાત મે ૧૫૦'નો BJPનો નારોઃ જુલાઇ-સપ્ટે.માં ચૂંટણી?

ઉતરપ્રદેશ - ઉત્તરાખંડના પ્રચંડ વિજય બાદ ભાજપનું ધ્યાન હવે ગુજરાત તરફઃ ગુજરાતના મોટા શહેરોમાં ૧પ૦ બેઠકો જીતવાના વિશ્વાસ સાથેના લાગ્યા હોર્ડીંગ્સઃ ભાજપ ગુજરાતમાં પણ મોદી લહેરનો લાભ લેવા માંગે છેઃ મોદી માટે ર૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલા ગૃહ રાજય ગુજરાતમાં વિજય મેળવવો મહત્વનો

'યુપી મે ૩રપ, ગુજરાત મે ૧૫૦'નો BJPનો નારોઃ જુલાઇ-સપ્ટે.માં ચૂંટણી?

   નવી દિલ્હી તા.ર૦ : ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ વિજય બાદ ભાજપની નજર હવે ગુજરાત ઉપર કેન્દ્રીત થઇ છે. ચાલુ વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તે જોતા ભાજપે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે અને પક્ષે સ્લોગન પણ વહેતુ મુકયુ છે. પક્ષનો નારો છે કે 'યુપીમાં ૩રપ, ગુજરાતમાં ૧પ૦'. ગુજરાતમાં મોટા શહેરોમાં પીએમ મોદી અને અધ્યક્ષ અમિત શાહની તસ્વીરો સાથે આ નારો દર્શાવતા હોર્ડીંગ્સ મુકવામાં આવ્યા છે. ગુજરાતમાં મુળ ડિસેમ્બરમાં ચૂંટણી યોજાવાની છે પરંતુ ભાજપનો પ્રયાસ છે કે ચૂંટણી વહેલી યોજવી કે જેથી મોદી લહેરનો લાભ લઇ શકાય. ગુજરાતમાં વિધાનસભાની ૧૮ર બેઠકો છે અને ભાજપે ૧પ૦ બેઠકો જીતવાનુ લક્ષ્યાંક રાખ્યુ છે. મળતા અહેવાલો મુજબ ભાજપે જુલાઇ કે સપ્ટેમ્બરમાં જ ચૂંટણી યોજવાનુ નક્કી કરી નાખ્યુ છે.

   પીએમ મોદીના ગૃહ રાજય ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ છે કે, દેશભરમાં મોદીની લહેર છે અને જો રાજયમાં સમય પુર્વે ચૂંટણી યોજાય તો અમે તૈયાર છીએ. તેમણે દાવો કર્યો છે કે અમે ૧પ૦ બેઠકો જીતી લેશુ. ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં મોદી લહેરથી ભારે વિજય મેળવ્યા બાદ હવે ગુજરાતમાં મોદી લહેરનો લાભ લેવા પ્રયાસો થઇ રહ્યા છે. મોદી લહેરને કારણે જ યુપીમાં ભાજપે ૧૯૭૭ બાદ પહેલી વખત આટલી મોટી જીત મેળવી છે. ગુજરાતમાં હાલ ભાજપ પાસે ૧ર૩ બેઠકો છે.

   ગુજરાતમાં મોટા શહેરોમાં જે રીતે હોર્ડીંગ્સ લાગ્યા છે તે જોતા હવે ચૂંટણી નજીક હોવાનુ જણાય છે. ગુજરાતના સમય પુર્વે ભાજપ ચૂંટણી યોજી શકે છે. કેટલાક નેતાઓનુ પણ વહેલી ચૂંટણી અંગે મંતવ્ય બહાર આવ્યુ છે. એ વાતની અટકળો છે કે જુલાઇ કે સપ્ટેમ્બરમાં ચૂંટણી યોજવી. જો કે સુત્રોનુ કહેવુ છે કે, ગુજરાતની રાજકીય પરિસ્થિતિને જોતા ઘણુ બધુ સંભવ છે કારણ કે ર૦૧૯ની ચૂંટણી પહેલા ગૃહ રાજયમાં વિજય મેળવવો પીએમ માટે મહત્વનુ બનશે.

   સુત્રોનુ કહેવુ છે કે સમગ્ર નિર્ણય પીએમ અને પક્ષ અધ્યક્ષ નિર્ણય લેશે. પક્ષે ગુજરાત માટે 'યુપી મે ૩રપ, ગુજરાત મે ૧પ૦'નો નારો આપ્યો છે. ઠેર-ઠેર આ પ્રકારના બનેરો પણ લાગ્યા છે. ડિસેમ્બરમાં સરકારને પાંચ વર્ષ પુરા થાય છે. સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપને સફળતા મળી હતી અને તેથી ભાજપ પક્ષ ભારે જોરમાં છે. રાજયમાં ૧૯ વર્ષથી ભાજપ સત્તા ઉપર છે. પીએમ બનતા પહેલા મોદી ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા છે.

   ચૂંટણી જીતવા ભાજપ સામે પાટીદાર, દલિતો મોટા પડકારઃ એન્ટી ઇન્કમ્બન્સી પણ મોટુ ફેકટર બનવાના એંધાણ

   નવી દિલ્હી : ગુજરાતમાં મોદીના ગઢમાં આ વખતે ભાજપને અનેક પડકારોનો સામનો કરવો પડશેઃ પાટીદારો અનામત માંગી રહ્યા છેઃ લાંબા સમયથી આંદોલન ચાલી રહ્યુ છેઃ દલિતો પણ હુમલાથી દુઃખી છેઃ ગૌરક્ષાના નામે થયેલા હુમલા પક્ષને નડી શકે છેઃ ભાજપ વિરૂધ્ધ એન્ટી ઇન્કમ્બન્સી પણ ફેકટર છેઃ ગુજરાતમાં ભાજપ ૧૯ વર્ષથી સતત સરકારમાં છેઃ મોદી દિલ્હી ગયા બાદ પક્ષમાં રાજય સ્તરે એકપણ તાકતવર નેતા નથી કે જે ચૂંટણી જીતાડી શકેઃ કોંગ્રેસ અને આપ ભાજપને હરાવવા તમામ તાકાત લગાડશે

 (02:57 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો