Mukhy Samachar

News of Monday, 20th March, 2017

ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીનો ગિરનારના સંતો સાથે અનેરો નાતો

ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીનો ગિરનારના સંતો સાથે અનેરો નાતો

   જૂનાગઢ : યુ. પી. ના મુખ્યમંત્રી પદે વરાયેલા યોગી આદિત્યનાથજી મહારાજની તાજેતરમાં ગીરનાર તળેટી ભવનાથ ખાતે ગૌરક્ષ આશ્રમે પધાર્યા હતા ત્યારે ગીરનાર તિર્થ ક્ષેત્રના સંતો દ્વારા સન્માન અને ધર્મસભાનું પણ અનેરૂ આયોજન કરાયુ હતું જેમાં યોગી આદિત્યનાથજીને ગીરનાર મંડળના વરિષ્ઠ સંતોમાં પૂ. શેરનાથબાપુ, પૂ. તનસુખગીરીબાપુ, મુકતાનંદજીબાપુ સહિતના વરિષ્ઠ સંતો એ પૂ. યોગી આદિત્યનાથજીનું ભવ્ય સ્વાગત કરાયુ હતું. જયારે યોગી આદિત્યનાથજી યુ.પી.ના મુ. મંત્રીપદે સત્તારૂઢ થતા ધર્મનગરી ભવનાથ તળેટીમાં હર્ષાલાલ સાથે એક સાધુની મુ. મંત્રીપદે નિયુકતી થતા સૌ કોઇ એ હરખની લાગણી વ્યકત કરી યોગી આદિત્યનાથજીને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો યોગી આદિત્યનાથજીની ફાઇલ તસ્વીરોમાં સંતો દ્વારા સન્માન કરાયું હતું. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા જૂનાગઢ)

 (02:27 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS