Mukhy Samachar

News of Monday, 20th March, 2017

સાઉદી જતા કારીગરની સંખ્યા ઘટીને અડધી થઇ ગઇ : રિપોર્ટ

પાકિસ્તાન અને બાંગ્લાદેશના કારીગરોની સંખ્યામાં સતત વધારો થયોઃ મોટી કંપનીઓ બંધ થઇ રહી હોવાના હેવાલ

   નવી દિલ્હી,તા. ૨૦: અખાત દેશોને લઇને ભારતીય કારીગરોનો ક્રેઝ ઘટી રહ્યો છે. ભારતમાંથી સાઉદી અરેબિયા જતા કારીગરોની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે. જુદા જુદા વર્ષ દરમિયાન ભારતમાંથી સાઉદી જતા કારીગરોની સંખ્યમાં ફેરફારની સ્થિતી જોવા મળી રહી છે. વર્ષ ૨૦૧૦માં ભારતમાંથી સાઉદી અરેબિયા પહોંચેલા ભારતીય કારીગરની સંખ્યા ૨૭૪૫૪૪ નોંધાઇ છે. વર્ષ ૨૦૧૬માં આ સંખ્યા ઘટીને ૧૬૫૩૫૬ નોંધાઇ છે. ભારતમાંથી સાઉદી અરેબિયા જતા લોકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેમની સંખ્યા અડધી થઇ ગઇ છે. બીજી બાજુ અખાત દેશોમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશના કારીગરની સંખ્યા વધી રહી છે. આર્થિક મંદી હોવા છતાં સાઉદી અરબમાં પાકિસ્તાની અને બાગ્લાદેશી કારીગરોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. આંકડાની વાત કરવામા આવે તો છેલ્લા બે વર્ષમાં સાઉદી અરેબિયામાં પાકિસ્તાની અને બાંગ્લાદેશી કારીગરોની સંખ્યામાં બે ગણો સુધીનો વધારો થયો છે. વર્ષ ૨૦૧૫માં પાંચ લાખ ૨૨ હજાર ૭૫૦ અને વર્ષ ૨૦૧૬માં ચાર લાખ ૬૨ હજાર ૫૯૮ કારીગરો સાઉદી અરેબિયા પહોંચ્યા હતા. બાગ્લાદેશી કારીગરોની સંખ્યામાં તો પાંચ ગણો કરતા પણ વધારે વધારો થયો છે. વર્ષ ૨૦૧૬માં બાંગ્લાદેશમાંથી એક લાખ ૪૩ હજાર ૯૧૩ અને વર્ષ ૨૦૧૫માં ૫૮ હજાર ૨૭૦ કારીગર સાઉદી ગયા હતા. ગયા વર્ષે હજારો કારીગર સાઉદી અરેબિયામાં ફસાઇ ગયા હતા. સરકારી પ્રયાસોના બાદ જ તેમને સ્વદેશ પરત લાવવામાં સફળતા મળી હતી. અમારા કારીગર સાઉદીમાં અને અન્ય અખાત દેશમાં ફસાઇ જવા માટેના મુખ્ય કારણ કબુતરબાજ છે. કબુતરબાજ હજુ સુધી ઓપન વીઝા પર કારીગરોને ત્યાં મોકલી દેતા હતા. ત્યાં પોલીસ આવા લોકોને પકડીને જેલમાં મોકલી દે છે. કારીગરોને કબુતરબાજીથી બચાવી લેવા માટે હવે ઓનલઇન વીઝાની સુવિધા શરૂ કરવામાં આવી છે. તેમાં લેબર લો મુજબ વેતન અને અન્ય વ્યવસ્થા નક્કી કરવામાં આવે છે. કોઇ પણ કારીગરની સાથે કોઇ પણ પ્રકારની છેંતરપિંડી થઇ શકે નહી.  વાસ્તવિકતા થે કે આ નવી વ્યવસ્થાના કારણે અખાત દેશોમાં જતા ભારતી કારીગરોની સંખ્યામાં ઘટાડો થયો છે. પરંતુ છેતરપિંડી જેવા બનાવો પર બ્રેક મુકી દેવામાં સફળતા મળી છે. ખરાબ થઇ રહેલી અર્થવ્યવસ્થા અને નિયમોમાં જટિલતાના કારણે અખાત દેશોમાં જતા ભારતીય લોકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સૌથી ખરાબ હાલત સાઉદી અરેબિયાના છે. આર્થિક સંકટના કારણ લાખો લોકો ગયા વર્ષે સ્વદેશ પરત ફર્યા હતા. બીજી બાજુ રોજગારીની શોધમાં જતા કારીગરોની સંખ્યામાં પણ ૫૦ ટકા સુધીનો ઘટાડો થયો છે. અખાત જતા કારીગરોની સંખ્યામાં ઘટાડો થવા પાછળ એક કારણ ત્યાં નિર્માણ સાથે જોડાયેલી કંપનીઓની હાલત કફોડી પણ છે. સાઉદીમાં રહેતા ભારતીય કારીગરોની સંખ્યામાં હજુ ઘટાડો થઇ શકે છે. કારણ કે નિર્માણ કંપનીઓ સતત બંધ થઇ રહી છે. સાથે સાથે આર્થિક કટોકટી પણ સર્જાઇ છે.

   સાઉદી જતા કારીગરો

   ભારતમાંથી સાઉદી અરેબિયા જતા કારીગરોની સંખ્યામાં સતત ઘટાડ થતો રહ્યો છે. વર્ષ ૨૦૧૦ થી સાઉદી જતા ભારતીય કારીગરોનો આંકડો નીચે મુજબ છે.

   ૨૦૧૦................................................... ૨૭૪૫૪૪

   ૨૦૧૧................................................... ૨૯૩૮૮૦

   ર૦૧૨................................................... ૩૫૬૪૮૯

   ૨૦૧૩................................................... ૩૫૩૫૬૫

   ૨૦૧૪................................................... ૩૨૯૮૮૨

   ૨૦૧૫................................................. ૩૦૬૬૬૪૨

   ૨૦૧૬................................................... ૧૬૫૩૫૬

 (12:46 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો