Mukhy Samachar

News of Monday, 20th March, 2017

અજમેર બ્લાસ્ટ : દોષિતોને સજા અંગે જાહેરાત બુધવારે

બે અપરાધીને કેટલી સજા કરવામાં આવે છે તેને લઇને કાયદાકીય નિષ્ણાંતોમાં ચર્ચા : બન્ને પક્ષોની દલીલો જારી

   જયપુર,તા. ૨૦: સમગ્ર દેશને હચમચાવી મુકનાર અજમેર દરગાહ બોમ્બ બ્લાસ્ટ કેસમાં અપરાધીઓને સજા અંગેની જાહેરાત ૨૨મી માર્ચના દિવસે કરવામાં આવનાર છે. બન્ને અપરાધીને સજાને લઇને જોરદાર દલીલો પર સુનાવણી કરવામાં આવી ચુકી છે. ડિફેન્સ વકીલ જગદીશ રાણાએ કહ્યુ છે કે મેજિસ્ટ્રેટે ચુકાદો હાલ અનામત રાખ્યો છે અને હવે બુધવારે સજાની જાહેરાત કરવામાં આવનાર છે. અત્રે નોંધનીય છે કે કોર્ટે  બ્લાસ્ટ કેસમાં આરોપી અસીમાનંદ સહિત પાંચ અન્યને એનઆઈએની જયપુર કોર્ટે આઠમી  માર્ચના દિવસેે નિર્દોષ છોડી મુક્યા હતા. જ્યારે ત્રણને અપરાધી ઠેરવવામાં આવ્યા હતા.  એનઆઈએ દ્વારા કહેવામાં આવ્યું હતુ કે નિર્દોષ છુટેલાની  સામે પુરાવા મળી શક્યા નથી. ૨૦૧૧માં અસીમાનંદને આજ તપાસ સંસ્થાએ બ્લાસ્ટના માસ્ટર માઈન્ડ તરીકે ગણાવીને ઝાટકણી કાઢી હતી. સુનિલ જોશી, ભાવેશ પટેલ અને દેવેન્દ્ર ગુપ્તાને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. સુનિ જોશીનું મોત થઈ ચુક્યું છે. અજમેરમાં સુફીસંત ખ્વાજા મુઈનુદ્દીન ચિશ્તીની દરગાહમાં ૧૧મી ઓકટોબર ૨૦૦૭ના દિવસે સાંજે ૬.૧૪ વાગે રોજા ઈફતાર વેળા બ્લાસ્ટ થયો હતો. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા અને અન્ય ૩૦ લોકો ઘાયલ થયા હતા. રાજસ્થાન એટીએસ દ્વારા સમગ્ર માલમાની તપાસ કરવામાં આવી હતી. ૨૦મી ઓકટોબર ૨૦૧૦ના દિવસે અજમેરના સીજીએમ કોર્ટમાં ત્રણ અપરાધીઓની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. પહેલી એપ્રિલ ૨૦૧૧ના દિવસે આ મામલાની તપાસ એનઆઈએને સોંપી દેવામાં આવી હતી. એનઆઈએ દ્વારા આ કેસમાં ૧૩ લોકોની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જેમાંથી સુનિલ જોશીનું મોત થઈ ચુક્યું છે. ત્રણ ફરાર છે. સ્વામી અસીમાનંદ, દેેવેન્દ્ર ગુપ્તા, ચંદ્રશેખર લેવે, લોકેશ શર્મા અને મુકેશ વાસાની, હર્ષદ, ભારત મોહનલાલ, સંદિપ ડાંગે, રામચંદ્ર, ભાવેશભાઈ પટેલ, સુરેશ નાયર, મેહુલને આરોપી બનાવવામાં આવ્યા હતા. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું હતું કે સ્વયં સેવક સંઘ સાથે જોડાયેલા કેટલાક હિન્દુ કટ્ટરપંથી લોકો દ્વારા આ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. ૨૦૦૨માં અમરનાથ યાત્રા અને જમ્મુના રઘુનાથ મંદિરમાં આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે આ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો.

   અસીમાનંદ અને બીજા હિન્દુ આરોપીઓનો મામલો સપાટી પર આવ્યા બાદ તત્કાલીન ગૃહમંત્રી સુશિલકુમાર શિંદેએ હિન્દુ આતંકવાદનો ઉપયોગ કર્યો હતો.આ કેસમાં ૧૪૯ સાક્ષીઓ રહ્યા હતા અને ૪૫૧ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. આ કેસમાં એનઆઇએ દ્વારા ત્રણ પુરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. અજમેર બ્લાસ્ટના કેસમાં ચુકાદા પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે.

 (12:45 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS