Mukhy Samachar

News of Monday, 20th March, 2017

ખરાબ દેખાવ કરનાર કોલેજ અને યુનિવર્સિટી બંધ કરાશે

તમામ પ્રયાસો છતાં પણ સુધારા નહી થાય તો તેમને બંધ કરવા અને અન્યની સાથે મર્જ કરવા માટે આદેશ કરાશે

   નવી દિલ્હી,તા. ૨૦: ખરાબ દેખાવ કરનાર કોલેજ અથવા તો યુનિવર્સિટી યુજીસીની સહાયતા સાથે ચાલતા મેન્ટરિંગ પ્રોગ્રામ છતાં પોતાના પ્રોગ્રામમાં જો સુધારા કરશે નહી તો તેમને બંધ કરી દેવામાં આવશે અથવા તો અન્યની સાથે મર્જ કરવા માટે આદેશ કરવામાં આવનાર છે. વિશ્વસનીય સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન શૈક્ષણિક સંસ્થાઓના કાયાકલ્પ કરવાની તૈયારીમાં છે. કેન્દ્રિય માનવ સંશાધન વિકાસ મંત્રાલય દ્વારા સમગ્ર વ્યવસ્થાને અસરકારક બનાવવા માટે એક રોડમેપ બનાવવાની તૈયારીમાં છે. સુત્રોએ કહ્યુ છે કે તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીના ઓડિટ પર વિચારણા કરવામાં આવી રહી છે. ઓડિટ કરવામાં આવ્યા બાદ જુદા જુદા માપદંડના આધાર પર તેમના દેખાવના આધારે તેમને ત્રણ શ્રેણીમાં વિભાજિત કરવામાં આવનાર છે. એક શ્રેણી એવી સંસ્થાઓ માટે રહેશે જે શાનદાર દેખાવ કરી રહી છે. બીજી શ્રેણી એવી રહેશે જેમાં સુધારાની જરૂર દેખાઇ રહી છે. ત્રીજી અને છેલ્લી શ્રેણીમાં એવી સંસ્થાઓ રહેશે જે ખરાબ દેખાવ કરી રહી છે. પહેલી શ્રેણીની સંસ્થાઓને તેમના શાનદાર દેખાવ બદલ ઇનામ અપાશે. તેમને વધારે સ્વાયત્તા અપાશે અને ગ્રાન્ટ અપાશે. જ્યાર બીજી શ્રેણીમાં રહેલી સંસ્થાઓને અધિકારી કેટલીક ખાસ સલાહ આપનાર છે. તેમની ખામી દુર કરવા માટે સલાહ આપશે. જ્યારે ત્રીજી શ્રેણીમાં રહેલી સંસ્થા અને યુનિવર્સિટી પર યુજીસીને નજર રાખવા માટે કહેવામાં આવનાર છે. આવુ કરવામાં આવ્યા બાદ પણ જો તેમની સ્થિતીમાં સુધારો થશે નહી તો તેમને બંધ કરવા માટે અથવા તો અન્ય સંસ્થાઓ સાથે મર્જ કરવા માટે આદેશ જારી કરવામાં આવનાર છે. આવી સ્થિતીમાં ખરાબ દેખાવ કરનાર સામે ખતરો રહેશે. તેમની સ્થિતીને સુધારવા માટે પુરતી તક આપવામાં આવનાર છે.

 (12:45 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો