Mukhy Samachar

News of Monday, 20th March, 2017

મણિપુર : ૫ મહિનાથી ચાલી રહેલી આર્થિક નાકાબંધી સમાપ્ત

કેન્દ્ર - રાજ્ય સરકાર અને નાગાસમૂહ વચ્ચે સફળ બેઠક બાદ મધ્યરાત્રિએ લેવાયેલો નિર્ણયઃ મોદીએ ચૂંટણી પ્રચાર વખતે કરેલો વાયદો પૂરો કર્યો : ભાજપની સરકાર આવતા જ લેવાયુ મોટું પગલું આજે વિધાનસભામાં શકિત પરીક્ષણ

મણિપુર : ૫ મહિનાથી ચાલી રહેલી આર્થિક નાકાબંધી સમાપ્ત

   ઇમ્ફાલ તા. ૨૦ : મણિપુરમાં હજી તો હમણાં જ બીજેપીની સરકાર બની છે. ત્યારે ભાજપ સરકારે બહુમતની પરિક્ષામાં પાસ થવું પડશે. જો કે તેના પહેલાં રાજયમાં ચાર મહિનાથી ચાલી આવનાર અગ્નિપરીક્ષા પૂર્ણ થઇ ગઇ છે. યૂનાઇટેડ નગા કાઉન્સીલે ગત રાત્રે મણિપુરમાં આર્થિક નાકાબંદી પૂર્ણ કરી છે. આ નિર્ણય કેન્દ્ર સરકાર, રાજયસરકાર અને નગા સંગઠનો વચ્ચે લાંબી વાતચીત બાદ લેવામાં આવ્યો છે.

   રવિવારે વાતચીત પૂર્ણ થયા બાદ તમામ પક્ષોએ સંયુકત નિવેદન બહાર પાડ્યું છે. નિવેદન પ્રમાણે યૂએનસીના ધરપકડ કરવામાં આવેલા નેતા કોઇ પણ શરત વગર મુકત કરવામાં આવશે અને નાગા કાર્યકર્તાઓ પર ચલાવવામાં આવી રહેલા કેસો પરત લેવામાં આવશે. નિવેદન પર કેન્દ્રિય ગૃહમંત્રાલયે સંયુકત સચિવ સત્યેન્દ્ર ગર્ગ, મણિપુરના અગ્રગણ્ય મુખ્ય સચિવ જે. સુરેશ બાબુ, રાધાકુમાર સિંહ, યૂઇનસીના મહાસચિવ એસ. મિલન અને ઓક્ષ નગા સ્ટૂડેન્ટ્સ એસોશિયેશનના અધ્યક્ષ સેઠ શતસંગે હસ્તાક્ષર કર્યા છે.

   આ પહેલાં ૭ ફેબ્રુઆરી આ રીતની વાતચીત કોઇ પણ પ્રકારના નિર્ણય લીધા વગર પૂર્ણ થઇ હતી. નાકાબંદી પૂર્ણ થવા પર મુખ્યમંત્રી બીરેન સિંહને ખુશી વ્યકત કરી છે. ઉલ્લેખનિય છે કે નાગા સંગઠનોએ ૧ નવેમ્બર ૨૦૧૬માં રાષ્ટ્રીય રાજમાર્ગ ૨ અને ૩૭ જામ કર્યો હતો. આ સંગઠન મણિપુરમાં નાગા વસ્તી ધરાવતા વિસ્તારોમાં ૭ નવા જિલ્લા બનાવવા અંગે વિરોધ કરી રહ્યું હતું. આ નિર્ણય ઇબોબી સિંહની આગેવાની ધરાવતી કોંગ્રેસ સરકારે લીધો હતો. આર્થિક નાકાબંદીના પગલે મણિપુરમાં જરૂરિયાતની વસ્તુઓ માટે મુશ્કેલી પડી રહી હતી.

   નોંધનીય છે કે પીએમ મોદીએ મણિપુરના ઈમ્ફાલ ખાતે ૨૫ ફેબ્રુઆરીના રોજ એક ચૂંટણી રેલીમાં વાયદો કર્યો હતો કે જો રાજયમાં ભાજપની સરકાર આવશે તો જનતાને ખુબ જ હેરાન કરનારા આર્થિક નાકાબંધીનો અંત લાવવામાં આવશે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ છેલ્લા ૧૫ વર્ષથી રાજયમાં સત્ત્ામાં હોવા છતાં જે ન કરી શકી તે ભાજપ ૧૫ મહિનામાં કરીને બતાવશે. તેમણે ઈબોબી સિંહની સરકારને સૌથી ભ્રષ્ટ સરકાર ગણાવી હતી અને તેમના પર કમિશન વસૂલોનો આરોપ પણ લગાવ્યો હતો.(૨૧.૯)

 (12:45 pm IST)
 
Share This News

Facebook
Twitter
Blogger
 
Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS