Mukhy Samachar

News of Monday, 20th March, 2017

શ્રી સ્વામિનારાયણ ભગવાન તો ઉત્સવિયા ભગવાન કહેવાય છે તેમણે ગુજરાતમાં યોજાતા મેળાને ઉત્સવમાં ફેરવી નાંખ્યા છેઃ સ્વામી ભકિતવેદાન્તદાસજી : એસજીવીપીની નૂતન શાખા જયોર્જિયા સવાનાહમાં પ્રથવવાર ઉજવાયેલ ફુલદોલોત્સવ કેસરના જળ અને ગુલાબના ફુલોથી ભકતોને વધાવતા સંતો ભાવિક ભકતો દ્વારા સમૂહ આરતિ

શ્રી સ્વામિનારાયણ ભગવાન તો ઉત્સવિયા ભગવાન કહેવાય છે તેમણે ગુજરાતમાં યોજાતા મેળાને ઉત્સવમાં ફેરવી નાંખ્યા છેઃ સ્વામી ભકિતવેદાન્તદાસજી : એસજીવીપીની નૂતન શાખા જયોર્જિયા સવાનાહમાં પ્રથવવાર ઉજવાયેલ ફુલદોલોત્સવ  કેસરના જળ અને ગુલાબના ફુલોથી ભકતોને વધાવતા સંતો ભાવિક ભકતો દ્વારા સમૂહ આરતિ

   જયોજિયોઃ ર્જિયાર્જયા (U S A ) સવાનાહ તા. ૨૦ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપીની નૂતન શાખા અમેરિકા-જયોર્જિયા રાજયના બીગ સીટી સવાનાહમાં ૫૦ એકરમાં વિસ્તાર પામેલ અને સરોવર કિનારે વિશાળ શ્રીસ્વામિનારાયણ સનાતન મંદિર ખાતે ફુલદોલોત્સવ રંગોત્સવ  ધામધૂમથી ઉજવાયો હતો

   જેમાં જયોર્જિયા વિસ્તારના સવાનાહ, બ્રુન્સવીક, પુલર, હાર્ડિવીલ, કિન્સલેન્ડ, હિન્સવિલે, સ્ટેટબોરો, રિચમંડ, હિલ, રીન્કોન, ટીફટોન, અગસ્ટા વિેગેરે વિસ્તારમાંથી ૧૧૦૦ ઉપરાંત ભાવિકો ઉમટી પડ્યા હતા. છેલ્લા પચીસ વર્ષમાં પહેલી વાર આ અમેરિકાની ધરતી પર હોળિકા દહન, ધુળેટી અને ફુલદોલોત્સવ ઉજવાયો. સૌ પ્રથમ નરનારાયણ દેવનો જન્મદિન હોવાથી ષોડશોપચારથી ઠાકોરજીનું પૂજન કરવામાં આવ્યું હતું.

   ત્યારબાદ વિશાળ સભાને ભકિતવેદાન્તદાસજી સ્વામીજીએ જણાવેલ કે નરનારાયણ દેવ તો ભરતખંડના રાજા છે. તેઓ પોતે લોકોની સુખાકારી માટે બદ્રિનારાયણમાં અખંડ તપ કરે છે. સ્વામિનારાયણ ભગવાન તો ઉત્સવિયા ભગવાન કહેવાય છે. તેમણે ગુજરાતમાં યોજાતા મેળાને ઉત્સવમાં ફેરવી નાંખ્યા છે

       આજથી બસો વર્ષ પુર્વે ભગવાન શ્રી સ્વામિનારાયણે ગઢડા વગેરે અનેક સ્થળે ફુલદોલોત્સવ કર્યા છે. જયારે ભગવાન પોતે પીચકારી લઇ હરિભકતો અને સંતો ઉપર કેસુડાના રંગનો છંટકાવ કરતા હોય ત્યારે હજારો માણસોનો સમુદાય પ્રગટ ભગવાનના દિવ્ય સ્વરુપ અને લીલાનો આનંદ માણતા હોય એ અવસર અદભૂત હોય છે.

   આજ આનંદનો ઉત્સવ છે. ભારતીય સંસ્કૃતિ ગજબની સંસ્કૃતિ છે. આટલા ઉત્સવો કદાય કોઇ સંસ્કૃતિમાં ઉજવાતા નહીં હોય. ખરેખર ઉત્સવો આનંદનું પરિણામ હોય છે. આ સંસ્કૃતિ આનંદથી છલોછલ છકલાય છે, તેનું કારણ તેના મૂળ પરમ આનંદરુપ પરમાત્મા સાથે જોડાયેલ છે.

      આપણે હોલિકા ઉત્સવ પણ ઉજવ્યો. હોલિકા દહનનો અર્થ છે, અહંકાર ઉપર સત્યનો વિજય, અંધકાર ઉપર પ્રકાશનો વિજય, નાસ્તિકતા ઉપર આસ્તિકતાનો વિજય. હોલિકા ઉત્સવનું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ખૂબજ મહત્વ છે. અત્યારે ઋતુ પરિવર્તન હોવાથી વાતાવરણમાં અનેક જાતના બેકિટરીયા ઉત્પન્ન થાય છે. હોળિકા પ્રગટાવતા અનેક જાતના જંતુઓનો નાશ થાય છે. આ પ્રસંગે કોઇ પણ પ્રકારના કેમિકલ રહિત કુદરતી રંગો તેમજ કેસર મિશ્રિત જળ અને ગુલાલથી ભાઇઓ ભાઇઓ વિભાગમાં અને બહેનો બહેનો વિભાગમાં એક બીજા ઉપર રંગનો છંટકાવ કર્યો હતો. સ્વામી ભકિતવેદાંતદાસજી તથા કુંજવિહારીદાસજી સ્વામીએ  કેસર જળથી  હરિભકતો ઉપર રંગનો છંટકાવ કર્યો હતો.

   આ પ્રસંગે પૂ. માધવપ્રિયદાસજી સ્વામીએ ટેલિફોન દ્વારા આશીર્વાદ આપતા રંગોત્સવનો મહિમા કહ્યો હતો. અંતમાં આવેલ તમામ ભકતોને પ્રસાદની વ્યવસ્થા સ્વયં સેવકોએ કરી હતી.

 (12:44 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો