Mukhy Samachar

News of Monday, 20th March, 2017

ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજાશે એવી ચર્ચાએ હવે જોર પકડયું

   નવી દિલ્હી, તા. ર૦ : ગુજરાતના રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા જોરશોરથી થઇ રહી છે કે ઉત્તર પ્રદેશમાં બીજેપીને મળેલી અસાધારણ સફળતાને પગલે પાર્ટી ગુજરાતમાં ચૂંટણી વહેલી કરવાનું વિચારે છે. જોકે આ શકયતાને બીજેપીએ સત્તાવાર રીતે નકારી કાઢી છે, પરંતુ સત્તાધારી બીજેપી અને વિરોધ પક્ષના અમુક નેતાઓ ધારે છે કે આ શકયતા છે. ગુજરાતમાં ડીસેમ્બરમાં ચૂંટણી યોજાવી જોઇએ, પરંતુ એવી અટકળોએ જોર પકડયું છે કે ચૂંટણીને આગળ ધપાવીને જુલાઇ અથવા સપ્ટેમ્બરમાં કરવામાં આવે.

   આ વિશે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે, 'પાર્ટીને ગુજરાતમાં પાંચ વર્ષ શાસન કરવાનો જનમત મળ્યો છે. સરકાર એની સમયમર્યાદા પૂરી કરશે અને ચૂંટણી ડિસેમ્બરમાં જ થશે.'

   જોકે બીજેપીના સુત્રોએ સંકેત આપ્યો છે કે વહેલી ચૂંટણી થાય એવી પૂરી શકયતા છે, કારણ કે નરેન્દ્ર મોદી ર૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલા પોતાના ગૃહરાજયમાં ચૂંટણી જીતવાનું પસંદ કરશે. જોકે એ વિશે અંતિમ નિર્ણય નરેન્દ્ર મોદી અને અમિત શાહ લેશે.

 (11:44 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો