Mukhy Samachar

News of Monday, 20th March, 2017

નોટબંધી પથ્થરને ઇંડાથી મારવા જેવી બાબત : અર્થશાસ્ત્રી

ભ્રષ્ટાચારને ડામવા માટે નોટબંધી કોઇ આકરૂ પગલુ ગણી ન શકાય

નોટબંધી પથ્થરને ઇંડાથી મારવા  જેવી બાબત : અર્થશાસ્ત્રી

   નવી દિલ્હી તા. ૨૦ : ઓસ્ટ્રેલિયાના પ્રખ્યાત અર્થશાસ્ત્રી હેન્જ ડી કુર્જે કહ્યું કે, ભ્રષ્ટાચારને દૂર કરવા માટે નોટબંધી કોઈ સખત પગલું ન કહી શકાય. તેમણે આ નિર્ણયને 'પથ્થરને ઈંડા વડે મારવો' જેવો પ્રયત્ન ગણાવ્યો. તેમણે કહ્યું કે, અસલમાં ભારત સરકારે ભ્રષ્ટાચારના નવા રસ્તા ખોલી દીધા છે.

   કુર્જે વિશેષ વાતચીતમાં કહ્યું કે, 'જ્યાં સુધી હું સ્થિતિને સમજુ છું ત્યાં સુધી આ નિર્ણય (નોટબંધી) પથ્થરને પર ઈંડા ફેંકવા જેવો પ્રયત્ન સાબિત થયો છે. મને આ નિર્ણય અંગે મોટી શંકા છે કે, તેનાથી ભ્રષ્ટાચાર દ્યટશે અને વધારે પારદર્શકતા આવશે. આ નિર્ણય આ લક્ષ્યાંકોને મેળવવા માટે ખૂબ જ નબળો અને ભ્રમિત કરનારો છે.'

   કુર્જ ઓસ્ટ્રેલિયામાં યુનિવર્સિટી ઓફ ગ્રાજમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર છે. તેમણે કહ્યું કે. 'સરકારે ૨૦૦૦ રૂપિયાની નોટો બહાર પાડી છે, જે બંધ કરાયેલી નોટના મૂલ્યથી બમણી તથા ચાર ગણી કિંમત છે. આ નિર્ણય મહામુશ્કેલીએ નોટબંધી કહી શકાય.' તેમણે કહ્યું કે, ભ્રષ્ટાચાર વિરુદ્ઘની લડાઈ પ્રશંસનીય છે, પરંતુ મને નથી લાગતું કે, તે નોટબંધી દ્વારા થઈ શકે છે.

 (11:44 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS