Mukhy Samachar

News of Monday, 20th March, 2017

પંચાયતનો નિર્ણય : ડીજે, દારૂની ડિમાન્ડ અને ઘરમાં શૌચાલય ન હોય તો નિકાહ નહિ થાય

<br />પંચાયતનો નિર્ણય : ડીજે, દારૂની ડિમાન્ડ અને ઘરમાં શૌચાલય ન હોય તો નિકાહ નહિ થાય

   ગુરુગ્રામ તા. ૨૦ : હાથિન અને મેવાત ક્ષેત્રના યુવકોએ હવે લગ્ન કરવા હશે તો ઘરમાં ટોઇલેટ હોવાનું એફિડેવિટ કરાવવું પડશે. આ આધાર પર જ તેમના નિકાહની વિધિ પૂરી થઈ શકશે. આ સાથે જો લગ્નમાં દારૂની માગ કરવામાં આવી અથવા ડીજે વગાડવાનું કહેવામાં આવશે તો કાજી નિકાહ પઢવાની વિધિ નહિ કરે. આ નિર્ણય હાથિન અને મેવાત ક્ષેત્રના ઉલેમાઓએ અંદરોઅંદર સહમતિના આધાર પર લીધો છે.

   સૂત્રોના મુજબ, શુક્રવારે પલવલના મમોલકા ગામમાં એક પંચાયત બોલાવવામાં આવી હતી, જેમાં હાથિન, પલવલ અને મેવાત વિસ્તારના ૭૦૦થી વધુ રહેવાસીઓએ ભાગ લીધો હતો. આ પંચાયતમાં ઉલેમાઓએ જાહેરાત કરી હતી કે, વરપક્ષે કન્યાપક્ષને એક એફિડેવિટ આપવી પડશે કે તેમના ઘરમાં શૌચાલય છે. ત્યાર બાદ જ નિકાહની વિધિ પૂરી કરવામાં આવશે.

   આ પહેલાં પણ આવા એક અહેવાલ આવ્યા હતા, જેમાં ત્રણ રાજયોનાં ૧૧૦ ગામના મૌલવીઓએ કહ્યું હતું કે, જે ઘરમાં ટોઇલેટ ન હોય, કન્યાપક્ષ ત્યાં તેમની દીકરી ન આપે. આ રાજયોમાં પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે. એફિડેવિટ આ દિશામાં જ લેવાયેલો નિર્ણય છે. એટલું જ નહિ, નિકાહ દરમિયાન દારૂ અને ડીજે મ્યુઝિકને કન્યાપક્ષ પર વધારાનો ભાર માની આ પંચાયતમાં મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અનુસાર, જો લગ્નમાં દારૂ અને ડીજેની વ્યવસ્થાની માગ કરવામાં આવે તો કાજી નિકાહની વિધિ પૂરી નહિ કરે.

 (11:43 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો