Mukhy Samachar

News of Monday, 20th March, 2017

પાકિસ્તાનમાં યોજાતા હિન્દુઓના લગ્નને કાનૂની માન્યતા

હિન્દુ વિવાહ બીલ બન્યો કાયદોઃ રાષ્ટ્રપતિએ બીલને આપેલી મંજુરીઃ હિન્દુઓ પોતાના રીત-રિવાઝ અને પરંપરાથી લગ્નો કરી શકશે

પાકિસ્તાનમાં યોજાતા હિન્દુઓના લગ્નને કાનૂની માન્યતા

   ઇસ્લામાબાદ તા.ર૦ : પાકિસ્તાનના રાષ્ટ્રપતિ મમનુન હુસેને હિન્દુ લઘુમતીઓના લગ્નોને કાનૂની માન્યતા આપવા માટે લાવવામાં આવેલા હિન્દુ મેરેજ બીલને મંજુરી આપી દીધી છે. હવે ત્યાં રહેતા હિન્દુ લઘુમતિઓના લગ્નોને કાનૂની માન્યતા મળી ગઇ છે. પીએમ નવાઝ શરીફના કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર પીએમ નવાઝ શરીફની સલાહથી રાષ્ટ્રપતિએ હિન્દુ વિવાહ વિધેયક ર૦૧૭ને મંજુરી આપી છે. આ કાનૂનનો હેતુ હિન્દુ વિવાહ, પરિવાર, મહિલાઓ અને તેમના બાળકોના અધિકારોની રક્ષા કરવાનો છે. પીએમોનુ કહેવુ છે કે આ કાયદો પાકિસ્તાનમાં હિન્દુ પરિવારોમાં યોજાતા લગ્નોને ગંભીરતા આપવા માટે છે.

   વડાપ્રધાન નવાઝ શરીફે કહ્યુ છે કે, મારી સરકારે હંમેશા પાકિસ્તાનમાં રહેનારા લઘુમતિઓને સમાન અધિકારોની કાળજી રાખી છે. તેમણે કહ્યુ છે કે હું અન્ય સમુદાયની જેમ જ દેશભકત છુ તેથી હવે દેશની જવાબદારી છે કે હું બધાને સુરક્ષા આપુ. નિવેદનમાં જણાવાયુ છે કે હિન્દુ પરિવાર પોતાના રીત-રિવાઝ, પરંપરા અને સમારોહ અનુસાર લગ્નો કરી શકશે. આ કાનૂન અનુસાર સરકાર જનસંખ્યાના હિસાબથી વિસ્તારોમાં મેરેજ રજીસ્ટ્રારની નિયુકતિ કરશે. આ કાયદો વૈવાહિક અધિકારોની બહાલી, કાયદેસર અલગ પડવા, પત્નિ તથા બાળકોની આર્થિક સુરક્ષા, લગ્નો તુટવા પરસ્પર સહમતીથી લગ્ન તોડવા સમયે મળતી વૈકલ્પિક રાહતનો અધિકાર પણ આપે છે.

   સિંધ પ્રાંત ઉપરાંત સમગ્ર પાકિસ્તાનમાં લાગુ થનાર પ્રથમ કાનૂન છે. હિન્દુ વિવાહને લઇને સિંધ પ્રાંતને લઇને પોતાનો કાનૂન છે.(૩-૪)

   

 (10:12 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો