Mukhy Samachar

News of Monday, 20th March, 2017

વડિલોના આવશે અચ્છે દિનઃ 'રાષ્ટ્રીય વયોશ્રી યોજના' શરૂ થશે

ગરીબ વડિલોનો સહારો બનશે મોદી સરકારઃ રપમીએ લોન્ચ થશે ૪૭૭ કરોડની યોજનાઃ વ્હીલચેર, શ્રવણયંત્ર, ચશ્મા વગેરે વિનામૂલ્યે અપાશેઃ દેશના દરેક જિલ્લામાં બે શિબિર યોજાશેઃ લાભ લેવા માટે બીપીએલ શ્રેણીમાં નામ હોવુ જરૂરી

વડિલોના આવશે અચ્છે દિનઃ 'રાષ્ટ્રીય વયોશ્રી યોજના' શરૂ થશે

   નવી દિલ્હી તા.ર૦ : ગરીબી રેખા નીચે રહેતા દેશના કરોડો વરિષ્ઠ નાગરિકો માટે સારા સમાચાર છે. વરિષ્ઠ નાગરિકો માટે સરકાર ૪૭૭ કરોડ રૂપિયાના ખર્ચવાળી એક યોજના શરૂ કરવા જઇ રહી છે. ટુંક સમયમાં શરૂ થનાર આ યોજના હેઠળ સરકાર વરિષ્ઠ નાગરિકોને સાંભળવામાં મદદરૂપ થાય તેવા મશીન અને વ્હીલચેર સહિત ઉંમરમાં ઉપયોગી થાય તેવા ઉપકરણો નિઃશુલ્ક આપશે. કેન્દ્રીય સામાજીક ન્યાયમંત્રી થાવરચંદ ગેહલોત અને માહિતી અને પ્રસારણ મંત્રી વેકૈયા નાયડુ રપમીએ આંધ્રના નેલોર જિલ્લામાં એક શિબિરમાં પ્રસ્તાવિત 'રાષ્ટ્રીય વયોશ્રી યોજના' શરૂ કરશે. આ જ પ્રકારે એક શિબિરનું આયોજન ર૬મીએ મધ્યપ્રદેશના ઉજજૈન જિલ્લામાં થશે.

   સામાજીક ન્યાય વિભાગના એક અધિકારીએ જણાવ્યુ છે કે યોજનાનો હેતુ આર્થિક રીતે નબળાવર્ગના વડીલોને સહાયક ઉપકરણો આપી તેઓને સક્રિય જીવનમાં લાવવા અને વડીલોને અનુકુળ હોય તેવા સમાજનું નિર્માણ કરવાનું છે. તેમણે જણાવ્યુ હતુ કે, યોજના હેઠળ સરકાર દરેક શિબિરોમાં ર૦૦૦ લાભાર્થીઓ આવા સાધનો આપશે. અધિકારીના કહેવા મુજબ આ યોજના માટે ત્રણ નામ સુચવાયા હતા જેમાંથી પીએમઓએ રાષ્ટ્રીય વયોશ્રી યોજનાના નામ ઉપર મંજુરી આપી છે.

   આ યોજનાનો લાભ લેનાર માટે ન્યુનતમ યોગ્યતાઓ પણ નક્કી કરવામાં આવી છે. આ લાભ લેનારાની ઉંમર ૬૦ વર્ષ કે તેથી વધુ હોવી જોઇએ સાથોસાથ તેનુ બીપીએલ શ્રેણીમાં હોવુ જોઇએ. વડીલોને વિતરીત કરવામાં આવનાર આ સાધનો આઇએસઆઇ માર્કાવાળા હશે. યોજના હેઠળ આરામદાયક બુટ, લાકડી, કૃત્રિમ દાંત, વ્હીલચેર, શ્રવણયંત્ર, ચશ્મા, ટ્રાઇપોડ, લોકોમોટર વગેરે સાધનો મફત આપવામાં આવશે. આ યોજના જાન્યુઆરીમાં લોન્ચ થવાની હતી પરંતુ પાંચ રાજયોની ચૂંટણીને કારણે તે મુલત્વી રાખવામાં આવી હતી. ર૦૧૧ની વસ્તી ગણતરી મુજબ દેશમાં ૧૦.૩૮ કરોડ વરિષ્ઠ નાગરિકો છે. આમાંથી પ.ર ટકા વડીલો ઉંમરને લગતી સમસ્યાઓને લઇને પીડાઇ રહ્યા છે.

   અધિકારીએ કહ્યુ હતુ કે, પ્રત્યેક રાજયના બે જિલ્લાઓમાં શિબિર લગાવવામાં આવશે. સામાજીક ન્યાયમંત્રીએ ગત ડિસેમ્બરમાં તમામ રાજયોના મુખ્યમંત્રીઓને પત્ર લખી લાભાર્થીઓની ઓળખ કરવા જણાવાયુ હતુ.

 (09:31 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો