Samachar International

News of Monday, 20th March, 2017

સાઉથ અમેરિકાની સિમાને પ્રજાતિના લોકોનું હૃદય વિશ્વમાં સૌથી સ્વસ્થ

    ન્યુયોર્ક તા. ૨૦: લાઇફ-સ્ટાઇલ ડિસીઝને કારણે દુનિયાભરના લોકોના હૃદયનું સ્વાસ્થ્ય વધતેઓ છે. અંશે કથળી રહ્યું છે. ત્યારે 'ધ લેન્સેટ'નામની મેડિકલ જર્નલમાં છપાયેલા અભ્યાસની વાત સાચી માનીએ તો સાઉથ અમેરિકાની સિમાને પ્રજાતિના લોકોનું હૃદય સૌથી સ્વસ્થ છે. અભ્યાસીઓનો દાવો છે કે આ પ્રજાતિના લોકોનું હાર્ટ દુનિયાની કોઇ પણ કમ્યુનિટી કરતાં ઘણું સ્વસ્થ છે. એની પાછળ આ લોકોની રહેણી કરણી અને ખાનપાન કારણભૂત છે. આ પ્રજાતિના લોકો ૮૦ વર્ષના થાય ત્યારે તેમનું હૃદય એવરેજ ૫૦ વર્ષના અમેરિકન જેવું કાર્યરત હોય છે. ૨૦૧૪-૧૫ દરમ્યાન સિમાને ગામના લોકોના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી હતી. ૪૫ થી ૯૪ વર્ષની વયના વયસ્કોના હૃદયની તપાસ કરીને તેમને હૃદય સંબંધી રોગોની સંભાવનાઓ તપાસવાનો પ્રયોગ થયો ત્યારે જાણવા મળ્યું હતું કે આ લોકો અનપ્રોસેસ્ડ ચીજોનો વધુ ઉપયોગ કરે છે. જેને કારણે તેમના હૃદયની સ્વસ્થતા પાછલી વયે પણ બરકરાર રહે છે. (૨૫.૧૧)

 (03:55 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS