Samachar International

News of Monday, 20th March, 2017

છેલ્લા વીસ વર્ષથી આ ભાઇ જાતે ઉંદર પકડી, રાંધીને ખાય છે

છેલ્લા વીસ વર્ષથી આ ભાઇ જાતે ઉંદર પકડી, રાંધીને ખાય છે

   બીજીંગ, તા. ર૦ : કેટલાક લોકો ખાવાની બાબતે પ્રયોગ કરવામાં થોડાક એડ્વેન્ચરસ હોય છે, પણ ચીનના ૭૦ વર્ષના નિવૃત્ત દાદા જબરા છે. છેલ્લા વીસ વર્ષથી તેમને રોજ ઉંદરનું ભોજન ન મળે તો ચેન નથી પડતું. ચીનના ગુએન્ગડોન્ગ પ્રાંતના ફોશાન શહેરમાં રહેતા યેન્ગ અટક ધરાવતા આ દાદા રોજ જાતે પકડીને ઉંદરને મારીને એને તાજા જ રાંધીને ખાવાના શોખીન છે. તેમના પાડોશીઓનું કહેવું છે કે તેમના ઘરની આસપાસ કોઇ ઉંદર દેખાઇ જાય તો તેઓ યેન્ગને બોલાવી લાવે છે. મોટા ભાગે ઉંદરો વૃક્ષની પાસે દર કરીને અંદર ભરાઇ રહેતા હોય છે. એમાંથી ઉંદરને બહાર કાઢવા માટે યેન્ગે અકસીર તરકીબ ખોળી કાઢી છે. દરના મોં પાસે ખૂબ બધી મરચાંની ભૂકી નાખી દેવાથી બળતરાને કારણે ઉંદરડા જમીનમાંથી બહાર નીકળવા લાગે છે. એ સમયે યેન્ગે દરની બાજુમાં જ ખાવાનું ભરેલી લીલી થેલી રાખી હોય છે. ઉંદરો અનાયાસ એ બેગમાં આવી પડે છે. યેન્ગનું કહેવું છે કે ઉંદર સૌથી વધુ પૌષ્ટિક હોય છે. ઉંદરને બાફીને કે શેકીને એનું શાક જેવું બનાવીને તે ખાય છે. ફોશાન શહેરમાં ઉંદરોની સંખ્યાથી લોકો જબરદસ્ત ત્રાસેલા છે, જયારે યેન્ગભાઇને મજા પડી જાય છે. તેમનું કહેવું છે કે વીસ વર્ષમાં એક પણ દિવસ એવો નથી ગયો જેમાં તેમને ભૂખ લાગી હોય અને ખાવા માટે ઉંદર ન મળ્યો હોય.

 (02:23 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS