Samachar International

News of Monday, 20th March, 2017

આવેશમાં આવીને કરાતો ફેસબુકનો ઉપયોગ દિમાગી સંતુલન ખોરવી શકે

આવેશમાં આવીને કરાતો ફેસબુકનો ઉપયોગ દિમાગી સંતુલન ખોરવી શકે

   નવી દિલ્હી તા. ૨૦: તમને વાહન ચલાવતી વખતે કામમાં હો ત્યારે, મીટિંગમાં અને અન્ય કોઇ પણ સમયે દર થોડી વારે ફેસબુક કે અન્ય સોશ્યલ મીડિયૉ સાઇટ્સ ખોલ્યા વિના ચેન નથી પડતું? જો લક્ષણ તમને લાગુ પડતું હોય તો તમારે ચેતી જવાની જરૂર છે. કેમ કે અમેરિકાની દ  પોલ યુનિવર્સિટીએ કરેલા એક સ્ટીડીમાં બહાર આવ્યું છે કે મગજની બે કોગ્નિટિવ બિહેવિયરલ સિસ્ટમનું સંતુલન ખોરવી નાખે છે. આ સંશોધકોની થિયરી કહે છે કે માણસની નિર્ણયશકિતને અસર કરતાં બે મેકેનિઝમ તેના મગજમાં ચાલતાં હોય છે. એમાં પહેલી સિસ્ટમ ઓટોમેટિક અને રીએકિટવ હોય જે મોટા ભાગે અર્ધજાગ્રત મન દ્વારા સંચાલિત થતી હોય છે. જ્યારે બીજી સિસ્ટમ રિફલેકિટવ હોય છે. અને એ પ્રમાણમાં ધીમે-ધીમે કાર્ય કરે છે. બીજી સિસ્ટમ માણસના આવેશને કન્ટ્રોલમાં રાખે છે અને તેના માટે યોગ્ય ન હોય એવું વર્તન કરતાં તેને રોકે  છે. સંશોધકોએ ૩૪૧ કોલેજ-સ્ટુડન્ટ્સ પર કરેલા સ્ટડીમાં જોવા મળ્યું કે તેમની સિસ્ટમ-૧ વધુ એકિટવ થઇ ગઇ હતી. અને બીજી સિસ્ટમ મંદ પડી ગઇ હતી. આ  અસંતુલનથી તેમના અભ્યાસના પરિણામમાં પણ અસર પહોંચી હતી.

 (12:39 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS