Samachar International

News of Monday, 20th March, 2017

ગર્ભવતી સ્ત્રી દ્વારા લેવાતું વિટામિન-ડી બાળકમાં ઓટિઝમ રોકે છે

ગર્ભવતી સ્ત્રી દ્વારા લેવાતું વિટામિન-ડી બાળકમાં ઓટિઝમ રોકે છે

   નવી દિલ્હી તા.૨૦: પ્રેગ્નન્સી રહ્યાના પહેલા ત્રણ મહિના દરમ્યાન ગર્ભવતી સ્ત્રી દ્વારા યોગ્ય પ્રમાણમાં વિટામિન-ડી લેવામાં આવે તો ગર્ભસ્થ શિશુમાં ઓટિઝમ જેવી જીવનભર પંગુ બનાવી દેતી તકલીફ ડેવલપ થવાનું જોખમ ઘટાડી શકાય છે. ઓસ્ટ્રેલિયાની કવીન્સલેન્ડ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલું સંશોધન કહે છે કે વિટામિન-ડી બાળકના મગજના વિકાસમાં અત્યંત મહત્વનો ભાગ ભજવે છે. મોલકયુલર ઓટિઝમ નામની મેડિકલ જર્નલમાં પ્રગટ થયેલા આ સ્ટડીને અત્યારના તબક્કે ઉદર પર સ્ટડી કર્યા પછી તારવવામાં આવ્યો છે તેમનું કહેવું છે કે ગર્ભવતી સ્ત્રીઓને સપ્લિમેન્ટ્સના સ્વરૂપમાં વિટામિન-ડી આપવું જોઇએ. અન્ય એક મોલેકયુલર સ્વરૂપમાં પણ આ વિટામિન આપી શકાય છે પરંતુ ગર્ભવતી સ્ત્રીઓને એ આપવું જોઇએ નહી, કેમ કે એનાથી બાળકના હાડકાંના વિકાસમાં અવરોધ પેદા થઇ શકે છે. સૂર્યના કુમળા તાપમાં રહેવાથી પણ ચામડીના કોષો અલ્ટ્રાવાયલેટ કિરણોની સામે રક્ષણના ભાગરૂપે વિટામિન-ડી પેદા કરે છે, જ્યારે ઘણાબધા ખોરાકમાં વિટામિન-ડી ભરપૂર માત્રામાં રહેલું હોય છે.

 (12:37 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS