Samachar International

News of Monday, 20th March, 2017

બ્રેકફાસ્ટમાં ચા-કોફી સાથે વિટામિનની ગોળીઓ ન લેવા માટેનું કારણ આ રહ્યું

બ્રેકફાસ્ટમાં ચા-કોફી સાથે વિટામિનની ગોળીઓ ન લેવા માટેનું કારણ આ રહ્યું

   લંડન તા. ૨૦: અત્યારના હેલ્થ-કોન્શ્યસ સમયમાં ઘણાબધા લોકો માટે વિટામિનની ગોળીઓ તેમના બ્રેકફાસ્ટમાં સ્થાન પામી ચૂકી છે. પરંતુ જો તમે તમારા ચા કે કોફીના કપ સાથે વિટામિનની ગોળીઓ લેવાની ટેવ ધરાવતા હોય તો તમારે એ ટેવ તાત્કાલિક ધોરણે બદલી નાખવી જોઇએ. એનું કારણ એ છે કે ચા કે કોફીથી વિટામિનની અસર ધોવાઇ જાય છે. ઇંગ્લેન્ડમાં આવેલી એન્ગિલઆ યુનિવર્સિટીના સંશોધકોનું તારણ કહે છે કે ચા-કોફી જેવા પીણામાં રહેલી ગરમી વિટામિનની કે મિનરલ્સની ગોળીઓની પોષક અસરને ૮૦ ટકા જેટલી નષ્ટ કરી નાખે છે. આ ઉપ્રાંત એ દહીં, યોગર્ટ વગેરે જેવા પોષક આહારમાં રહેલા ફ્રેન્ડ્લી બેકટેરિયાનો પણ નાશ કરી દે છે. અલબત, બ્રેકફાસ્ટના સમયે પેટ એકદમ એકિટવ હોય છે એટલે ત્યારે આ ગોળીઓ લેવી ફાયદાકારક છે. પરંતુ એને ઠંડા દૂધ કે પાણી સાથે લેવી હિતાવહ છે.

 (12:37 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS