Samachar International

News of Monday, 20th March, 2017

હાઇ હીલ્સ, સ્કિનટાઇટ જીન્સ અને ભારેખમ બેગ તમારા બોડીને ડેમેજ કરે છે

હાઇ હીલ્સ, સ્કિનટાઇટ જીન્સ અને ભારેખમ બેગ તમારા બોડીને ડેમેજ કરે છે

   નવી દિલ્હી તા.૨૦: આજકાલ યંગ ગર્લ્સ માટે જે સ્ટાઇલ-સ્ટેટમેન્ટ ગણાય છે એવી હાઇ હીલ્સ, ચપોચપ ત્વચા પર બેસી જાય એવાં ટાઇટ જીન્સ,ભારેખમ પર્સ ખભ ભરાવીને ફરવું આ એવી આદતોનું કોમ્બિનેશન છે જે બોડીને ડેમેજ કરે છે. બ્રિટિશ અસોસિએશને અભ્યાસ  કરીને તારવ્યું છે કે બેકપેઇન ધરાવતી ૭૩ ટકા મહિલાઓના દુખાવા માટે તેમનો વોર્ડરોબ અને સ્ટાઇલ-સ્ટેટમેન્ટ જવાબદાર હોય છે. નવાઇની વાત એ છે કે ફુલફટાક તૈયાર થઇને ફરતી યુવતીઓને ખબર પણ નથી હોતી કે તેમનુ ચપોચપ જીન્સ અને ઊંચી એડીના  સેન્ડલ તેમના ઘૂંટણ, ઘૂંટી અને થાપાના જોઇન્ટને વધુ ઘસારો પહોંચાડે છે. એમાં પાછું મોટી બેગ જેવું પર્સ ખભે લટકાવીને ફરવાથી ગળા અને અપરબેકના સ્નાયુઓ પર વધુ લોડ આવે છે આ આદતો લાંબા સમય સુધી ચાલુ રાખવામાં આવે તો બોડીના પોસ્ચરમાં જ બદલાવ આવી જાય એવી શકયતાઓ પણ વધી જાય છે ફિટોફિટ જીન્સ અને હાઇ હીલ્સ પહેરવાથી પણ ચાલવાની સ્ટાઇલ બદલાઇ જાય ચે જે સાંધા અને કમર પર વધુ પ્રેશર આપે છે. મિડલ-એજ દરમ્યાન કોઇ પણ પ્રકારનો સાંધા કે બેકનો દુખાવો થતો હોય તો સૌથી પહેલા તમારી કપડા અને જૂતા પહેરવાની સ્ટાઇલને તપાસી લેવી જરૂરી છે

 (12:36 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS