Samachar International

News of Monday, 20th March, 2017

સ્લીપ એપ્નીઆ બાળકોનાં માનસિક કૌશલ ને વર્તનને હાનિ પહોંચાડી શકે

સ્લીપ એપ્નીઆ બાળકોનાં માનસિક કૌશલ ને વર્તનને હાનિ પહોંચાડી શકે

   નવી દિલ્હી તા.૨૦: ઊંઘમાં વ્યકિતની શ્વાસોચ્છવાસની ક્રિયામાં ખલેલ પડે ત્યારે ઊંઘ ડિસ્ટર્બ થાય એ તકલીફને સ્લીપ એપ્નીઆ કહે છે. એક અનુમાન પ્રમાણે વિશ્વના પાંચ ટકા બાળકોમાં સ્લીપ એપ્નીઆની તકલીફ જોવા મળે છે. હવે અમેરિકાની યુનિવર્સિટી ઓફ શિકાગોના સંશોધકોએ તારણ કાઢ્યું છે કે બાળકોમાં આ સ્લીપ એપ્નીઆ તેમના માનસિક કૌશલ તથા મૂડ અને ઓવરઓલ વર્તનને હાનિ પહોંચાડી  શકે છે મધ્યમથી ગંભીર સ્લીપ એપ્નીઆની તકલીફ ધરાવતાં સાતથી ૧૧ વર્ષના બાળકો પર કરવામાં આવેલા સ્ટડીમાં જાણવા મળ્યું કે તે બાળકોના મગજમાં ગ્રે મેટરનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઓછું થઇ ગયુ હતું. એને કારણે તેમના મગજમાં કોષોની મૂવમેન્ટ, યાદશકિત, લાગણીઓ, ભાષા, વિવિધ બાબતો ગ્રહણ કરવાની શકિત, નિર્ણયાત્મક શકિત, પોતાની જાત પરનો કટ્રોલ વગેરે તમામ બાબતો પર નકારાત્મક અસર પડી હતી. બાળકોના વિકાસ પામી રહેલા મગજમાં સ્લીપ એપ્નીઆ અને ન્યુરોન્સના ઘટાડા તથા વિલંબમાં પડેલા ન્યુરોનલ ગ્રોથ વચ્ચે પણ ગાઢ સંબંધ હોવાનું જાણવા મળ્યું હતું.

 (12:36 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS