Samachar International

News of Monday, 20th March, 2017

સેન ડીએગોમાં બને છે ગટરના પાણીમાંથી બિઅર

સેન ડીએગોમાં બને છે ગટરના પાણીમાંથી બિઅર

   લંડન, તા. ર૦ : સ્ટોન બ્રુઇગ નામની અમેરિકાની નવમી સાર્જેસ્ટ બ્રુઅરીએ તાજેતરમાં ગટરના પાણીને શુદ્ધ કરીને બનાવેલો બિઅર તૈયાર કર્યો છે. રીસાઇકલ વોટરમાંથી બનાવેલો બિઅર થોડોક પીળાશ પડતો છે. હાલમાં પાંચ બેરલ ભરીને બિઅર બનાવવામાં આવ્યો છે. જેની હાલમાં નોર્મલ બિઅર જેટલી પ્યોરીટી નથી. જોકે ર૦૩પ સુધીમાં ગટરના પાણીને રીસાઇકલ કરીને પ્યોર બિઅર બનાવવાનું શકય બનશે જેને કારણે શહેરની ત્રીજા ભાગની ડ્રિન્કીંગ વોટરની જરૂરીયાત ઘટી જશે. કંપનીનો દાવો છે કે સિવેજના પાણીમાંથી બનાવેલો બિઅર પણ એકદમ કલીન ટેસ્ટવાળો છે. હાલમાં હજી આ બિઅરને વેચવા માટે બહાર મૂકયો નથી, પણ એનું લાંબા ગાળા માટેનું ટેસ્ટીંગ ચાલી રહ્યું છે.

 (11:48 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS