Samachar International

News of Monday, 20th March, 2017

૧૧ વર્ષની કિશોરી બનશે બ્રિટનની સૌથી નાની ઉંમરની માતા

બાળકનો પિતા પણ સગીર...

૧૧ વર્ષની કિશોરી બનશે બ્રિટનની સૌથી નાની ઉંમરની માતા

   લંડન તા. ૨૦ : બ્રિટેનમાં ૧૧ વર્ષની એક કિશોરી સૌથી નાની ઉંમરની માતા બનાવા જઈ રહી છે. જે જલદી એક બાળકને જન્મ આપશે. પોલીસે જણાવ્યા મુજબ બાળકના પિતા અંગે માનવામાં આવી રહ્યું છે કે કિશોરની કરતા થોડા વર્ષ મોટો છે અને સગીર છે.

   સમાચાર પત્ર, ગાર્જિયનમાં શુક્રવારે પ્રકાશિત અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે કાનૂની નિયમો મુજબ ગર્ભવતી કિશોરીની ઓળખ જાહેર કરવામાં આવી નથી. હાલના સમયમાં સૌથી ઓછી ઉંમરમાં બાળકને જન્મ આપનારી કિશોરી ૧૨ વર્ષની છે. જેણે ૨૦૧૪માં એક બાળકને જન્મ આપ્યો હતો. જેના પિતાની ઉંમર ૧૨ વર્ષ હતી. તે બ્રિટનના સૌથી નાની ઉંમરના માતા-પિતા હતા. તેમનું બાળક ૨૮ વર્ષીય દાદી પાસે ઉછેરી રહ્યું છે, જયારે તેની માતા સ્કૂલમાં અભ્યાસ કરે છે.વિશ્વ બેંકના આંકડાઓ મુજબ, બ્રિટેને છેલ્લા એક દશકમાં કિશોર ગર્ભધાનમાં ઝડપથી ઘટાડો લાવવામાં સફળ રહ્યું છે, જયારે પશ્ચિમી યૂરોપમાં આ સ્થિતિ હજુ પણ વધારે છે અને સમગ્ર યૂરોપમાં બ્રિટન ૬ નંબરે છે. કિશોર ગર્ભધાન મામલે રોમાનિયા, બુલ્ગારિયા, સ્લોવેકિયા, હંગરી અને માલ્ટા જ બ્રિટનથી આગળ છે. (૨૧.૮)

 (11:48 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS