Samachar International

News of Monday, 20th March, 2017

દિવસે બેંકની અધિકારી રાત્રે ડોકટરની ગુલામ

દિવસે બેંકની અધિકારી રાત્રે ડોકટરની ગુલામ

   લંડન તા. ૨૦ : સમાજમાં મોભાદાર નોકરી અને મહિને લાખો રૂપિયાનો પગાર ધરાવતી એક મહિલા પોતાના અંગત જીવનમાં વર્ષો સુધી ગુલામીનું જીવન ગાળે તે ખરેખર માનવા જેવી વાત નથી અને તે પણ ભારત અથવા વિશ્વના અન્ય વિકસતા દેશોમાં નહીં પરંતુ લંડન જેવા શહેરમાં. પણ આ દ્યટના તદ્દન સાચી છે. કેન્ડેસ હેથર લંડન ખાતે એક ફાઇનાન્સ કંપનીમાં ટોચની પગારદાર છે. તેને દર મહિને ૭૫૦૦૦ પાઉન્ડનો પગાર અને વર્ષે દહાડે ૨૦૦૦૦ પાઉન્ડનું બોનસ મળે છે.

   ડેઇલી મેલના અહેવાલ મુજબ લોખોનો પગાર મેળવતી કેન્ડેસ લંડનના કોઈ પોશ વિસ્તારમાં નહીં પરંતુ એક સામાન્ય ભાડાના ફલેટમાં હિટર અને અરીસા જેવા જીવન જરૂરી સાધનોની ગેરહાજરીમાં રહે છે. અને આ એટલા માટે કે તેના થેરેપિસ્ટે તેને કહ્યું છે. કેન્ડેસને ખૂબ નાની વયે પહેલા ભૂખ ન લાગવી અને ત્યારબાદ ખૂબ ભૂખ લાગવી જેવી જુદી જુદી બિમારી થઈ હતી. જે બાદ કેન્ડેસ માનસિક રીતે અસ્વસ્થ રહેવા લાગી. આ દરમિયાન તેની મુલાકાત પોતાને જાણીતા સાઇકિયાટ્રીટ તરીકે ઓળખાવતા જોસેફ ગોમેઝ સાથે થઈ. આ મુલાકાત સમયે કેન્ડેસ માત્ર ૧૮ વર્ષની હતી.

   પોતાની બિમારી માટે કેન્ડેસ જોસેફની મુલાકાત લેવા લાગી. પ્રાથમિક મુલાકાતોમાં જોસેફથી જરા પણ પ્રભાવિત ન થયેલી કેન્ડેસ ધીમે ધીમે તેના આકર્ષણમાં આવવા લાગી. કેન્ડેસ જોસેફ કહે તેટલું જ અને તે કહે તે જ પ્રકારે ખોરાક લેવા લાગી. જોસેફ સાઇકો-થેરાપીનો ઉપોયગ કરી તેના મગજમાં ઠસાવતો હતો કે જો તે જોસેફની વાત નહીં માને અને તેના કહ્યા પ્રમાણે પોતાની સારવાર નહીં કરાવે તો તે મરી જશે. ધીમે ધીમે જોસેફના કહ્યામાં આવી કેન્ડેસ કેન્ટ ખાતે પોતાના પરીવારમાં માતા-પિતા અને પોતાના પ્રથમ પતિને પણ છોડીને લંડન જોસેફ દ્વારા દેખાડાયેલ આ ભાડાના મકાનમાં આવી રહેવા લાગી.

 (11:47 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS