Samachar International

News of Monday, 20th March, 2017

૨૬ વર્ષના જુવાનિયાએ ખોલ્યું જૂના ફોનનું મ્યુઝિયમ, એમાં છે ૩૫૦૦થી વધુ હેન્ડસેટ્સ

કલેકશનમાં ૧૨૬૧ મોડેલઃ મોટા ભાગના ચાલુ છે

૨૬ વર્ષના જુવાનિયાએ ખોલ્યું જૂના ફોનનું મ્યુઝિયમ, એમાં છે ૩૫૦૦થી વધુ હેન્ડસેટ્સ

   મોસ્કો તા. ૨૦: જ્યારે સ્માર્ટફોનનો જમાનો શરૂ પણ નહોતો થયો એ પહેલાંથી સ્લોવેકિયાના ડોબ્સિના ટાઉનમાં રહેતા સ્ટીફન પોલ્ગરી નામના જુવાનિયાને મોબાઇલ ફોનનું ઘેલું લાગી ગયેલું હાલમાં ૨૬ વર્ષના સ્ટીફને ૧૧ વર્ષની ઉંમરે નવા બહાર પડતા મોબાઇલના ઓનલાઇન રિવ્યુ કરવાનું શરૂ કરી દીધેલું. નોકિયા, અલ્કાટેલ, સાગેમ, એરિકસન, જેવી ઇન્ટરનેશનલ બ્રેન્ડ્સ ઉપરાંત સ્લોવેકિયામાં એ વખતે ઉપલબ્ધ તમામ બ્રેન્ડના ફોનનો તેણે રિવ્યુ કરી લીધો હતો. સ્માર્ટફોનની ક્રાંન્તિ પછી તેનો ફોનપ્રેમ જબરદસ્ત પાંગર્યો. બે વર્ષ પહેલાં તેણે કેટલાક હજાર યુરોમાં એક વ્યકિત પાસેથી ૧૦૦૦ જેટલા જૂના ફોનનું કલેકશન ખરીદી લીધું. બસ એ પછીથી તેને અત્યાર સુધીમાં બહાર પડેલાં ઇન્ટરનેશનલ કંપનીઓનાં તમામ મોડલ્સનું કલેકશન કરવાની ધૂન લાગી ગઇ છે. હાલમાં તેની પાસે અત્યંત જૂનામાં જૂના લગભગ ૩૫૦૦ હેન્ડસેટનું કલેકશન છે. એમાંથી મોટા ભાગના ફોન હજીયે કામ કરે છે. આ કલેકશનમાં લગભગ ૧૨૩૧ મોડલ છે. કડક પથ્થર જેવા બટન ધરાવતા ફોનમાંથી હવે સોફટ ટચ સ્માર્ટફોન સુધીની સફર લોકો પણ જોઇ શકે એ માટે તેણે એક મ્યુઝિઅમ ખોલ્યું  છે. બિઝનેસમેનોમાં પ્રચલિત એન્ટેના ધરાવતા કમ્પાસ-બોકસ જેવા ફોનથી લઇને સ્માર્ટફોન યુગ પહેલાંનાં તમામ મોડલો એકઠાં કરવા હજીયે આ ભાઇ ઠેર-ઠેર શોધ ચલાવી રહ્યા છે. (૨૫.૪)

 (10:13 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS