Samachar International

News of Monday, 20th March, 2017

આ મહિલા સૂઘીને કહી દેશે કે તમને કેન્સર છે કે નહીં

આ મહિલા સૂઘીને કહી દેશે કે તમને કેન્સર છે કે નહીં

   લંડન તા. ૨૦: માણસ કરતાં શ્વાનની સૂંઘવાની ક્ષમતા અનેકગણી વધુ હોય છે. વૈજ્ઞાનિકો ઘણી કાનેશિશ કરી રહ્યા છે જેથી શ્વાન માનવશરીરમાં આકાર લઇ રહેલા કેન્સરના કોષોને આગોતરા સૂંઘી કાઢે. એમાં તો હજી જોઇએ એટલી સફળતા નથી મળી પણ મેલોન નામની પરફયુમનો બિઝનેસ કરતી મહિલા એમાં પાવરધી છે. પરફયુમનું કામ કરવા માટે આમેય ખૂબ તીક્ષ્ણ ધ્રાણેન્દ્રિય હોય એ જરૂરી છે અને મેલોનનું નાક ખરેખર ખૂબ જ પાવરફુલ છે. જો કે તેને ૨૦૦૩ની સાલમાં બ્રેસ્ટ-કેન્સર થયેલું સુગંધી દ્રવ્યોની સાથે તેને અજીબોગરીબ શકિત મળી છે. ઇંગ્લેન્ડના મિલ્ટન કેન્સ શહેરના મેડિકલ ડિટેકશન ડોગ સેન્ટરમાં તેણે પોતાની ધ્રાણેન્દ્રિયોની ક્ષમતાની તપાસ કરાવી ત્યારે તેને ખબર પડી કે તેની સૂંઘવાની ક્ષમતા લિટરલી શ્વાન જેવી જ છે. તેની પાસે આવીને બેસનારા કોઇપણ વ્યકિતને સૂંઘીને તે કહી શકે છે કે તેના શરીરમાં કેન્સરના કોષો આકાર લઇ રહ્યા છે કે નહીં ખાસ કરીને બ્રેસ્ટ-કેન્સરની બાબતમાં તે મહદંશે સચોટ નિદાન કરી આપે છે. કોઇને મનઘડંત દાવો લાગી શકે છે. પણ વૈજ્ઞાનિકોએ આ બહેનની તપાસ કરીને શોધ્યું છે કે તેને સિનેસ્થેસિયા નામની ન્યુરોલોજિકલ કન્ડિશન છે જેને કારણે તેની સેન્સીઝ અતિશય સંવેદનશીલ થઇ ગઇ છે.

 (10:13 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS