Samachar Gujarat

News of Monday, 20th March, 2017

એક કરોડ ૪૪ લાખ LED બલ્બોનું વિતરણ : સાપરીયા

ઉજાલા યોજના હેઠળ ૧૯ જિલ્લામાં બલ્બનું વિતરણઃ ઉજાલા યોજનાનો સીધો લાભ વીજ ગ્રાહકોને થયો : વીજ બિલમાં બચત કરવા સાથેની યોજનાને વ્યાપક પ્રતિસાદ

   અમદાવાદ, તા.૨૦ : રાજયમાં ઉજાલા યોજનાનો સીધો લાભ વીજગ્રાહકોને મળ્યો છે. વીજબીલમાં વાર્ષિક બચત કરવાના હેતુથી શરૃ કરેલ ઉજાલા યોજનાને રાજય ભરમાં વ્યાપક પ્રતિસાદ છે, તેમ ઉર્જા મંત્રી ચિમનભાઈ સાપરિયાએ વિધાનસભા પ્રશ્નોતરીકાળ દરમ્યાન જણાવ્યું હતું. ઉર્જામંત્રીએ વિધાનસભામાં માહિતી આપતાં જણાવ્યું હતું કે, રાજયના ૧૯ જિલ્લામાં ૧,૮૪,૪૪,૧૦૬ એલઈડી બલ્બનું વિતરણ કરાયું છે. જેમાં સુરત જિલ્લામાં ૨૮,૬૮,૨૨૧, કચ્છ જિલ્લામાં ૮,૭૮,૧૯૧, ભાવનગર જિલ્લામાં ૯,૬૩,૮૦૮, રાજકોટ જિલ્લામાં ૧૯,૪૨,૮૨૬, વડોદરા જિલ્લામાં ૨૦,૧૬,૪૫૫, છોટાઉદેપુર જિલ્લામાં ૩૫૬૭૦, પંચમહાલ જિલ્લામાં ૫,૭૮,૮૧૩, મહિસાગર જિલ્લામાં ૯૪૧૫૪, બોટાદ જિલ્લામાં ૪૩૮૦૫૮, નવસારી જિલ્લામાં ૪,૧૨,૩૮૨, મોરબી જિલ્લામાં ૪,૭૪,૭૪૭, વલસાડ જિલ્લામાં ૧૨,૩૭,૦૮૯, ગીરસોમનાથ જિલ્લામાં ૪,૫૭,૨૭૬, અમરેલી જિલ્લામાં ૯,૬૮,૬૯૨, તાપી જિલ્લામાં ૧૬,૪૫,૩૧૯ અને પાટણ જિલ્લામાં ૧,૮૦,૮૮૩ ઉજાલા એલઈડી બલ્બનું વિતરણ કરાયું છે. આ યોજના હેઠળ રાજય સરકાર વીજ ગ્રાહકોને એલઈડી બલ્બ વિતરણ કરે છે. દેશમાં વીજળીની ઉત્પાદન ક્ષમતા પુરતી છે અને વીજળીનો વપરાશ વધુ છે આવા સંજોગોમાં વીજ વપરાશ બચાવવા ઉજાલા યોજના શરૃ કરાઈ છે.

   ગુજરાતમાં ઉજાલા યોજનાથી યુનિટ વિજળીની બચત અને ગ્રાહકોને વાર્ષિક બચત વીજ બીલમાં લાભ થઈ રહ્યો છે. તેમ ધારાસભ્ય સર્વે કિશોરભાઈ કાનાણી વરાછા રોડ, પંકજભાઈ મહેતા રાપર, ભાવનબેન મકવાણા મહુવા, પ્રવિણભાઈ માંકડીયા ધોરાજી, કેતનભાઈ ઈમાનદાર સાવલી, અરવિંદસિંહ રાઠોડ કાલોલ, બાલકૃષ્ણભાઈ પટેલ ડભોઈ દ્વારા પુછાયેલ પ્રશ્નો પ્રત્યુત્તર ઉર્જામંત્રી ચીમનભાઈ સાપરીયાએ જણાવ્યું હતું.

 (09:52 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS