Samachar Gujarat

News of Monday, 20th March, 2017

ગુજરાતના ૯૭૪૭૭ કુવાનું વીજળીકરણ થયું : સાપરીયા

વીજ જોડાણ આપવા સરકાર સંપૂર્ણ કટિબદ્ધઃ ખેડૂતોને કૃષિ વિષયક વીજ જોડાણને લઈને સરકાર સંપૂર્ણ ગંભીર છે : વિવિધ યોજના હેઠળ કુવાઓનું વીજળીકરણ

   અમદાવાદ, તા.૨૦ : રાજય સરકારે ખેડુત હિતલક્ષી અનેક નિર્ણયો લઈને ખેડુતોને પડતી મુશ્કેલીને દુર કરવા વિવિધ યોજનાઓ અમલી બનાવી છે. કિસાનોને કૃષિ વિષયક વીજ જોડાણો સમયસર પુરા પાડવા રાજય સરકાર ુપ્રતિબદ્ધ છે, એમ ઉર્જામંત્રી ચિમનભાઈ સાપરિયાએ જણાવ્યું છે. આજે ગુજરાત વિધાનસભા ખાતે પ્રશ્નોતરીકાળમાં રજુ થયેલા પ્રશ્નોના લેખિત ઉત્તર આપતા મંત્રીએ ઉમેર્યું કે, રાજય સરકાર દ્વારા રાજયના ૨૨ જેટલા જિલ્લાઓમાં કુલ ૯૭,૪૭૭ કુવાઓનું વિજળીકરણ કરવામાં આવ્યું છે. જેમાં જુનાગઢમાં ૮૨૨૮, પંચમહાલમાં ૧૮૩૨, અરવલ્લીમાં ૩૨૩, મોરબીમાં ૫૧૬૫, ગીરસોમનાથમાં ૨૩૫, જામનગરમાં ૭૦૫૪, સુરતમાં ૪૪૪૬, દાહોદમાં ૪૬૧૩,છોેટાઉદેપુરમાં ૪૯૭૪, ભરૃચમાં ૧૮૦૩, વડોદરામાં ૨૮૨૭, આણંદમાં ૨૯૬૧, રાજકોટમાં ૧૪૯૮૭, નવસારીમાં ૨૪૦૮, તાપીમાં ૫૩૨૯, અમરેલીમાં ૧૧૭૧૫, ખેડામાં ૬૮૬૧, મહિસાગરમાં ૬૦૭, દાહોદમાં ૪૬૧૩, અરવલ્લી ૨૫૭૨, વલસાડમાં ૨૦૪૦ નર્મદામાં ૧૮૮૪ મળીને કુલ ૨૨ જિલ્લામાં ૯૭૪૪૭ કુવાઓના વીજકરણનો સમાવેશ થાય છે. આ કુવાઓ અનુસુચિત જાતિ પેટા યોજના, આદિજાતિ વિસ્તાર પેટા યોજના તેમજ સામાન્ય યોજના હેઠળ કુવાઓનું વીજળીકરણ કરવામાં આવ્યું. કુવાઓના વીજળીકરણ અંગે રાજયના વિધાનસભા વિવિધ ધારાસભ્યો સર્વે અરવિંદભાઈ લાડાણી કેશોદ, અરવિંદસિંહ રાઠોડ કાલોલ, ભુષણભટ્ટ જમાલપુર ખાડિયા, બાવનજીભાઈ મેતલિયા ટંકારા, ગોવિંદભાઈ પરમાર તલાલા, મેધજીભાઈ ચાવડા કાલાવડ, કિશોરભાઈ કાનાણી વરાછા રોડ, છત્રસિંહ મોરી જંબુસર કેતનભાઈ ઈનામદાર સાવલી, ડૉ.ટીડી માણીયા બોટાદ, પિયુષભાઈ દેસાઈ નવસારી, કેસરીંસિંહ સોલંકી માતર, જીતેન્દ્રભાઈ સુખડિયા સયાજીગંજ, વીછીયાભાઈ ભુરીયા લીમખેડા, ઝંખનાબેન પટેલ ચાર્યાસી પ્રફુલ્લભાઈ ુપાનસેરીયા કામરેજ, મોહનભાઈ ઢોડીયા મહુવા, મંગુભાઈ પટેલ ગણદેવી મોતીભાઈ વસાવા દેડીયાવાડા એ પુછેલા પ્રશ્નના જવાબમાં ઊર્જામંત્રીએ જણાવ્યું હતું.

 (09:51 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS