Samachar Gujarat

News of Monday, 20th March, 2017

પ્લાસ્ટીકની થેલીનું વેચાણ કરતા કુલ ૧૮ એકમ સીલ

૨૧૩ને નોટીસ ફટકારવામાં આવતા ચકચારઃ શહેરના અલગ અલગ વિસ્તારોમાં દરોડાઓની કાર્યવાહી

   

   

   અમદાવાદ, તા.૨૦ : મ્યુનિસિપલ હેલ્થ વિભાગ દ્વારા આજે શહેરના અલગ અલગ વિસ્તારોમાં દરોડાની કાર્યવાહી કરતા પ્રતિબંધિત એવી પ્લાસ્ટીકની થેલીઓનું વેચાણ કરતા એકમો ઉપર તવાઈ બોલાવતા ૧૮ જેટલા એકમને સીલ માર્યા છે.તો આ સાથે જ કુલ ૨૧૩ એકમોને નોટીસ આપવામાં આવી છે. આ અંગે મળતી માહીતી અનુસાર મ્યુનિસિપલ હેલ્થ વિભાગની અલગ અલગ ટુકડીઓ દ્વારા શહેરમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં શાહપુર વિસ્તારમાં લકકી ટી સ્ટોલ, માધુપુરામાં દ્વારકેશ સેલ્સ એજન્સી, અસારવામાં દિપ પ્લાસ્ટીક, વસ્ત્રાલમાં ચારભુજા પ્રોવિઝનલ સ્ટોર્સ, નિકોલમાં મા ભવાની કિરાણા સ્ટોર્સ, ભાઈપુરા જય અંબે પાન પાર્લર, મેસર્સ રાણાજી ભુરાજી ઓઢવ,ભેરૃનાથ ચવાણા હાઉસ, ગોમતીપુર, આસ્થા ડિસ્પોઝેબલ એન્ડ પ્લાસ્ટીક, વિરાટનગર,સાવરીયા પાન પાર્લર, રામોલ, પ્રમુખ કીરાણા સ્ટોર્સ,પ્લાસ્ટીક ઝભલાનું કારખાનું,લાંભાને પ્રતિબંધિત એવી પ્લાસ્ટીકની થેલીઓના વેચાણ બદલ સીલ કરવામાં આવ્યા છે. આ સાથે જ હેપ્પી પાન પાર્લર, મણીનગર, મઢુલી ટી સ્ટોલ, મણીનગર, પાર્થ પાન પાર્લર, ઈન્દ્રપુરી, આશાપુરા ડિસ્પોઝેબલ, ઠકકરનગર, કમલ ટ્રેડર્સ,સૈજપુર, મિલન જનરલ સ્ટોર્સ,સરખેજને પણ સીલ કરવામાં આવ્યા છે. આ તપાસમાં ૬૫.૬ કિલોગ્રામ જથ્થો જપ્ત કરવાની સાથે રૃપિયા ૧.૯ લાખનો વહીવટી ચાર્જ વસુલ કરવાની સાથે અન્ય ૨૧૩ એકમોને નોટીસો આપવામાં આવી છે.આ વર્ષમાં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં શહેરમાંથી ૬૩૯ કિલોગ્રામ જથ્થો જ્પ્ત કરવામાં આવ્યો છે.જે સામે રૃપિયા ૯.૬૧ લાખનો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે.જ્યારે  ૨૬૧૦ નોટીસો આપવામાં આવી છે.

 (09:50 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS