Samachar Gujarat

News of Monday, 20th March, 2017

બાકી મિલ્કતવેરાની વસુલાત માટે વધુ ૫૬૬ મિલ્કત સીલ

મિલ્કતવેરાની આવક ૭૬૯.૩૨ કરોડ થઈઃ પ્રોપ્રટી ટેક્સ વિભાગ દ્વારા શહેરમાં જુદા જુદા ઝોનમાં મિલ્કતોને સીલ મારવા માટેની આક્રમક કાર્યવાહી કરાઈ

   અમદાવાદ, તા.૨૦ : ૩૧ માર્ચના રોજ વર્તમાન નાણાંકિય વર્ષ પુરૃ થવા જઈ રહ્યું છે.એવા સમયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેકસ વિભાગ દ્વારા શહેરના છ ઝોનમાં કુલ મળીને ૫૬૬ જેટલી મિલ્કતોને સીલ મારવામાં આવ્યા છે. આ સાથે જ આ વર્ષમાં મિલ્કતવેરાની કુલ આવક રૃપિયા ૭૬૯.૩૨ કરોડ ઉપર પહોંચવા પામી છે. આ અંગે મળતી માહીતી અનુસાર આજે શહેરના મધ્યઝોનમાં ગુજરાત જીનીંગ, હાજીપુરા ગાર્ડન, શાહીબાગ,તાજપુર સહીતના વિસ્તારોમાં મળીને કુલ ૧૪ મિલ્કતો,ઉત્તરઝોનમાં -૧૯૮ મિલ્કતો સીલ કરવામાં આવી છે.જ્યારે દક્ષિણઝોનમાં સંકેત એવન્યુ,આબાદ ડેરી,બુટભવાની ચાલી, ગીતા મંદિર, લાટી બજાર, વટવા, પીપળજ સહીતના વિસ્તારોમાં મળીને કુલ ૯૭ જેટલી મિલ્કતોને સીલ કરવામાં આવી છે. આ સાથે જ પૂર્વઝોનમાં ૬૫ મિલ્કતો અલગ અલગ વિસ્તારોમાં સીલ કરવામાં આવી છે.જેમાં વૈભવનગર, કનૈયા એપાર્ટમેન્ટ, ફજીદારની ચાલી, રખિયાલ, બાપુનગર વિસ્તારોનો સમાવેશ થાય છે. શહેરના પશ્ચિમઝોનમાં આજે કુલ-૧૦૦ મિલ્કતોને સીલ મારવામાં આવ્યા છે.જેમાં સ્વસ્તિક સોસાયટી,સોમાલી ફલેટ,સ્ટેડીયમ,વાસણા સુપર માર્કેટ,લો-ગાર્ડન વગેરે વિસ્તારોનો સમાવેશ થાય છે.નવા પશ્ચિમઝોનમાં આજે કુલ ૯૨ મિલ્કતો સીલ કરવામાં આવી  છે.જેમાં જોધપુર,બોડકદેવ અને ઘાટલોડીયા વિસ્તારોની મિલ્કતોનો સમાવેશ થાય છે.આજે ૫૬૬ મિલ્કતોને સીલ મારવામાં આવ્યા છે.આ સાથે જ આ વર્ષમાં અત્યાર સુધીમાં ત્રણ માસમાં કુલ ૧૨૮૮૦ મિલ્કતોને સીલ મારવામાં આવ્યા છે.જે સામે મિલ્કતવેરાની આવક પેટે ૭૬૯.૯૭ કરોડની આવક તંત્રને થવા પામી છે.

 (09:49 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS