Samachar Gujarat

News of Monday, 20th March, 2017

ગુજરાતમાં ચૂંટણી યુપી પેટર્ન પર લડવા તૈયારી

બે ફોર્મ્યુલા અમલી કરાશે

   અમદાવાદ, તા.૨૦ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે ફોર્મ્યુલાના આધાર ઉપર લડવા ભાજપે તૈયારી શરૃ કરી દીધી છે. સાથે સાથે ઉત્તરપ્રદેશની પેટર્ન મુજબ જ ચૂંટણી લડવામાં આવશે. ૧૯૯૫માં ગુજરાતમાં પ્રથમ વખત ભાજપે મુખ્યમંત્રી જાહેર કર્યા વગર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ હવે ફરી એકવાર ઉમેદવારની જાહેરાત કરવામાં આવશે નહીં. ભાજપમાં આંતરિક વિવાદને દુર કરવાના પ્રયાસ હાથ ધરવામાં આવી ચુક્યા છે. મોદીની ગેરહાજરીમાં ગુજરાતમાં ૧૫૦થી વધુ બેઠકો જીતવાની રણનીતિ તૈયાર થઈ રહી છે. ઉત્તરપ્રદેશમાં હાલમાં શાનદાર જીત બાદ ભાજપે વધુ આશાવાદ સાથે તૈયારી હાથ ધરી છે.

 (09:49 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS