Samachar Gujarat

News of Monday, 20th March, 2017

અમદાવાદ :૧૮ દિવસમાં જ કોલેરાના ત્રણ કેસ થયા

પ્રથમ નાગરિકના વિસ્તારમાં કોલેરાનો કેસઃ નારણપુર, વેજલપુર, અમરાઈવાડી વિસ્તારમાં કોલેરાના કેસો નોંધાતા તંત્રની પોલ ખુલી :રોગચાળો અકબંધ રહ્યો

   અમદાવાદ, તા.૨૦:શહેરમાં જ્યાં એક તરફ ગરમીની શરૂઆત થઈ ચુકી છે.ત્યાં બીજી તરફ મ્યુનિસિપલ કમિશનરની અનેક વખત કડક તાકીદ છતાં હેલ્થ અને ઈજનેર વિભાગ વચ્ચે સંકલનનો અભાવ અને શહેરમાંથી મળતી પોલ્યુશનની ફરીયાદોનો નિકાલ લાંબા સમય સુધી લાવવામાં ન આવતો હોવાના કારણે તંત્ર ઉંઘતુ ઝડપાઈ ગયું છે.શહેરમાં પશ્ચિમ ઝોનમાં શહેરના મેયરના વિસ્તાર નારણપુરા સહીત વેજલપુર અને અમરાઈવાડી વિસ્તારમાં એક-એક એમ મળીને આ માસના ૧૮ દિવસમાં કોલેરાના કુલ મળીને ત્રણ કેસ નોંધાવા પામતા મ્યુનિસિપલ તંત્રની પોલ ખુલી જવા પામી છે.આ અંગે મળતી માહીતી અનુસાર,મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર દ્વારા જયારે જયારે પણ વીકલી રિવ્યુ મિટીંગ અધિકારીઓની બોવાવી છે.આ દરેક મિટીંગમાં તેમણે હેલ્થ અને ઈજનેર વિભાગના અધિકારીઓને કડક ભાષામાં શહેરમાં જયાં પણ પોલ્યુશન અંગેની ફરીયાદો મળતી હોય.ઝડપથી નિવારણ લાવવા સુચનાઓ આપેલી છે.પરંતુ આમ છતાં પણ મ્યુનિસિપલ કમિશનરની સુચનાને પણ આ વિભાગના અધિકારીઓએ ધ્યાન પર ન લેવાના પરીણામે શહેરના મેયર ગૌતમ શાહના મત વિસ્તાર નારણપુરામાં આ માસમાં કોલેરાનો કેસ નોંધાવા પામ્યો છે.આ સાથે જ શહેરના વેજલપુર અને અમરાઈવાડી વિસ્તારમાં પણ કોલેરાનો એક-એક કેસ નોંધાવા પામતા શહેરમાં છેલ્લા ૧૮ દિવસની અંદર કુલ મળીને ત્રણ  કેસ અને છેલ્લા ત્રણ મહીનામાં કોલેરાના કુલ છ કેસ નોંધાવા પામ્યા છે.

   બીજી તરફ શહેરના વિવિધ વિસ્તારોમાં ધારાસભ્યો અને કોર્પોરેટરો દ્વારા પણ પાણીના પોલ્યુશન અંગેની વારંવાર ફરીયાદો કરવામાં આવી રહી હોવા છતાં પણ તેનો સમયસર નિકાલ લાવવામાં આવતો ન હોવાના કારણે શહેરમાં આ માસમાં ૧૮ દિવસની અંદર ઝાડા-ઉલ્ટીના કુલ મળીને ૩૨૫ કેસ નોંધાવા પામ્યા છે.આ સાથે જ પાણીજન્ય એવા ટાઈફોઈડના આ માસમાં કુલ મળીને ૧૧૩ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.પાણીજન્ય એવા કમળાના ૧૮ દિવસની અંદર કુલ મળીને ૮૦ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.ગત વર્ષે એટલે કે વર્ષ-૨૦૧૬માં કોલેરાના શહેરમાં કુલ ૧૦૨ કેસ નોંધાવા પામ્યા હતા.મચ્છરજન્ય રોગોમાં મેલેરીયાના આ માસમાં કુલ ૧૧૭ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.ઝેરી મેલેરીયાના ૧૧ કેસ નોંધાવા પામ્યા છે.જયારે ચીકનગુનીયાના બે કેસ અને ડેન્ગ્યુના પાંચ કેસ આ માસમાં અત્યારસુધીમાં નોંધાવા પામ્યા છે.

   આરોગ્ય વિભાગના પગલા

           અમદાવાદ, તા.૨૦: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા વર્તમાન મહિનામાં રોગચાળાને રોકવા માટે જે પગલા લેવાયા છે તે નીચે મુજબ છે.

   

                                                                                                                                                                           
   

   ક્લોરિન ટેસ્ટ

   

   ૨૩૨૧૧

   

   બેક્ટેરીયોલોજીક તપાસ માટે નમૂના

   

   ૨૧૭૦

   

   બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોનો નાશ

   

   ૮૩૬૧

   

   ક્લોરીન ગોળીઓનું વિતરણ

   

   ૫૦૧૧૧૦

   

   જંતુનાશક દવાનો છંટકાવ

   

   ૨૭૯૩૮૫

   

   નોટિસ અપાઈ

   

   ૧૪૦૧

   

   કોર્ટમાં દાખલ ફરિયાદ

   

   ૧૪૩

   

   મોબાઇલ કોર્ટ દ્વારા દંડ

   

   ૧૫૨૦૫૦

   

   વહીવટી ચાર્જ

   

   ૭૨૮૧૪૨

   

    

   

    

   

   
 (08:25 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS