Samachar Gujarat

News of Monday, 20th March, 2017

અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનું જોર ફરીવાર વધ્યું

અનેક ભાગોમાં પારો ૩૭થી પણ ઉપર પહોંચ્યોઃ ગુજરાતમાં સૌથી વધારે ગરમીનો અનુભવ ભુજમાં થયો પારો ૩૮.૮ સુધી પહોંચ્યો :તાપમાનમાં સતત ફેરફારો

   અમદાવાદ, તા.૨૦:અમદાવાદ શહેરમાં આજે મહત્તમ તાપમાન ગઈકાલની સરખામણીમાં વધીને રહેતા ગરમીનો અનુભવ વધારે થયો હતો. બીજી બાજુ રાજ્યના ઘણા ભાગોમાં આજે પારો ૩૮થી પણ ઉપર પહોંચ્યો હતો. ભુજમાં પારો ૩૮.૮ સુધી પહોંચી ગયો હતો. બીજી બાજુ નલિયામાં મહત્તમ તાપમાન ૩૭.૬ સુધી પહોંચ્યું હતું. રાજ્યના જે ભાગોમાં આજે પારો ૩૭થી ઉપર રહ્યો હતો તેમાં અમરેલીમાં ૩૭.૨, સુરેન્દ્રનગરમાં ૩૭ અને રાજકોટમાં ૩૭.૬ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાતા તીવ્ર ગરમીનો અનુભવ સૌરાષ્ટ્ર અને કચ્છમાં થયો હતો. ગઈકાલની સરખામણીમાં મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો હતો. હાલમાં બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે સેન્ટરો ઉપર પણ વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બીજી બાજુ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાની સ્થિતિ વચ્ચે પણ ગરમી વધતા તેની અસર જોવા મળી શકે છે. અમદાવાદ શહેર અને રાજ્યમાં હાલમાં મિશ્ર વાતાવરણનો અનુભવ લોકો કરી રહ્યા છે. તાપમાનમાં ફેરફારની સ્થિતિ નોંધાઈ છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ફેરફારનો દોર જારી રહ્યો છે. તાપમાનમાં ફેરફાર થવાના લીધે  બાળકો, મોટી વયના લોકોને ઈન્ફેકશનની તકલીફો વધી છે. આજે અમદાવાદ શહેરમાં બપોરના ગાળામાં ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો. લોકોને વધુ સાવધાન થઈ જવાની જરૂર છે કારણ કે હાલમાં ગરમી અને શરદીનો અનુભવ એકસાથે થઈ રહ્યો છે. અન્યત્ર વિસ્તારોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં એક અથવા બે ડિગ્રીના તાપમાનની સ્થિતિ રહી હતી. બીજી બાજુ સિઝનમાં વારંવાર ફેરફારના લીધે બીમારી ફેલાઈ રહી છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના કેસોમાં હાલમાં વધારો નોંધાયો છે. આંકડા પરથી આ અંગેની માહિતી મળી શકે છે. બે ઋતુનો અહેસાસ શહેરીજનો કરી રહ્યા છે. રાજ્યભરમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ફેરફારનો દોર જારી રહેતા સામાન્ય લોકો પરેશાન થયેલા છે. આરોગ્યને લઈને ઈન્ફેકશનની તકલીફ વધી છે.

 (08:25 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS