Samachar Gujarat

News of Monday, 20th March, 2017

તારાપુર અને સોજિત્રામાં પુરતા પ્રમાણમાં વીજળી વિધાનસભામાં માહિતી અપાઈ

   અમદાવાદ, તા.૨૦:આણંદ જિલ્લાના તારાપુર અને સોજીત્રામાં પુરતા વીજ દબાણથી ગુણવત્તાસભર વીજ પુરવઠો પુરો પાડવામાં આવી રહ્યો છે. જો જરૂર જણાશે તો જેટકો દ્વારા દરખાસ્ત આવ્યા બાદ આ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉર્જામંત્રી ચીનભાઈ સાપરીયાએ જણાવ્યું હતું કે, તારાપુર અને સોજીત્રામાં એક પણ ફોલ્ટ ન આવે એવી વીજ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

   જ્યાં ૬૬ કિલોવોટના સબ સ્ટેશન સ્થાપવામાં આવી રહ્યા છે. ત્યાં પણ ગુણવત્તાની પુરતી કાળજી લેવામાં આવી રહી છે. વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ દરમિયાન મંત્રી ચિમનભાઈ સાપરીયાએ આણંદ જિલ્લાની વીજ પુરવઠાની પરિસ્થિતિની વિગતવાર  માહિતી આપતાં જણાવ્યું હતું કે, આણંદમાં ૨૨ કેવીનું એક, ૧૩૨ કેવીનું એક સહિત કુલ ૧૪ વીજ સબ સ્ટેશન કાર્યરત છે. આંકલાવમાં ૩, ઉમરેઠમાં ૨, ખંભાતમાં ૪, તારાપુરમાં ૧, પેટલાદમાં ૫, બોરસદમાં ૩ અને સોજીત્રામાં ૩ વીજ સ્ટેશન કાર્યરત છે.

 (08:24 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS