Samachar Gujarat

News of Monday, 20th March, 2017

સેવાક્ષેત્રે સંકળાયેલા સમસ્ત મહાજનના ગિરીશ શાહની પશુકલ્યાણ બોર્ડના સભ્યપદે વરણી

સેવાક્ષેત્રે સંકળાયેલા સમસ્ત મહાજનના ગિરીશ શાહની પશુકલ્યાણ બોર્ડના સભ્યપદે વરણી

   અમદાવાદ, તા. ર૦ : જીવદયા, પર્યાવરણ અને માનવતાલક્ષી કાર્યો માટે સમસ્ત મહાજન સમાજમાં આદરભર્યુ સ્થાન ધરાવે છે જેના મેનેજિંગ ટ્રસ્ટી ગિરીશ શાહ (મો. ૯૮ર૦૦ ર૦૯૭૬) ની કેન્દ્ર સરકારના પશુકલ્યાણ બોર્ડમાં સભ્ય તરીકે વરણી કરાતા ઠેર ઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે. ત્રીજી માર્ચે જારી કરવામાં આવેલી અધિકૃત યાદીમાં કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને જલવાયુ મંત્રાલયે આ વરણી કરી હતી.

   ગિરીશ શાહ કેટલાયે વરસોથી સેવાક્ષેત્રે પ્રવૃત છે. સમસ્ત મહાજન છેલ્લા ૧૬ વરસોથી આ દિશામાં તેમના દૂરંદેશીભર્યા માર્ગદર્શન હેઠળ સીમાચિહ્નરૂપ સેવા કાર્યો કરે છે. પશુકલ્યાણ બોર્ડમાં ગિરીશભાઇની વરણી પશુઓ પ્રતિ ક્રૂરતા નિવારણજ્ઞ અધિનિયમ ૧૯૬૦ (૧૯૬૦ની પ૯) કલમની પેટા કલમ ( ૧) અને કલમ પાંચ-ક અંતર્ગતના અધિકારો મુજબ, કલમ પાંચ ( ૧) (ખગ) હેઠળ કરવામાં આવી છે. કુલ ૧૮ સભ્યોનું બનેલુ આ બોર્ડ પશુકલ્યાણ માટે સંનિષ્ઠ પ્રયાસો અને અનુમોદનીય કાર્યો કરે છે.

   પશુકલ્યાણ બોર્ડનું દર ત્રણ વરસે પુનર્ગઠન કરવામાં આવે છે. હાલનું પુનર્ગઠન પહેલી માર્ચના રોજ ઠરાવવામાં આવ્યું. સદૈય સૌમ્ય પ્રતિભા ધરાવતા અને વ્યસ્ત વેપાર વચ્ચે પણ સેવાકાર્યો માટે અચૂકપણે સમય ફાળનારા ગિરીશભાઇએ જણાવ્યું હતું, 'પશુકલ્યાણ સહિતના સત્કાર્યો કરવા માટે મને સાધુ-સંતોએ પ્રેર્યો અને સમાજે પ્રોત્સાહિત કર્યો. સાથીઓ અને દાનવીરોના સબળ સાથે મને આ મોરચે આગળ વધવામાં મદદ કરી. કેન્દ્ર સરકારે વસ્તવમાં મારા નહીં પણ અમારા સહિયારા કાર્યોની નોંધ લીધી કહેવાય. પશુકલ્યાણ બોર્ડના સભ્ય તીરકે મારો વિનમ્ર પ્રાયસ રહેશે કે મહત્તમ સારા કાર્યો થાય જીવમાત્રને  આદર અને જીવમાત્રની રક્ષાના સિદ્ધાંતથી સર્જાયેલી ભારતીય સંસ્કૃતિને વધુ સબળ કરવા માટે હું બનતું યોગદાન આપીશ.' (૮.૧૬)

 (03:58 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS