Samachar Gujarat

News of Monday, 20th March, 2017

અમદાવાદ લોહાણા વિદ્યાર્થી ભવનમાં સુવિધાઓ ઉમેરાશેઃ ટ્રસ્ટી મંડળની મળી ગયેલ મીટીંગ

   અમદાવાદ તા.ર૦ : લાધાભાઇ જીવણભાઇ કારિયા પરિવાર સ્થાપિત અમદાવાદ લોહાણા વિદ્યાર્થી ભવનમાં ટ્રસ્ટી મંડળ, કારોબારી કમીટી તથા આમંત્રિત શ્રેષ્ઠીઓની એક મીટીંગ તાજેતરમાં મળી હતી.

   જેમાં જુલાઇ-ર૦૧૭થી એપ્રિલ-ર૦૧૮ સત્ર માટે ઉચ્ચ કેળવણી અર્થે અહી આવતા લોહાણા જ્ઞાતિના વિદ્યાર્થીઓના હિતાર્થે નિર્ણયો કરવામાં આવ્ય હતા. સંસ્થામાં વિદ્યાર્થીઓને રહેવાની સીટોમાં વધારો કરી હવે કુલ સીટો ર૪૪ કરવામાં આવેલ છે. કુલ ફી રૂ.૩૬૦૦ છે કુલ સીટો ૧૬૦ છે. રપ માફીવાળી (રૂ.૩૦,૦૦૦) પ૪ સીટો છે. અર્ધી માફી-સંપુર્ણ માફીવાળી કુલ ૩૦ સીટો છે. અર્ધી ફી રૂ.૧૮,૦૦૦ છે. સંપુર્ણ ફી માફી માટે બીપીએલ કાર્ડ હોવુ અનિવાર્ય છે.

   ઉનાળા (મે થી સપ્ટેમ્બર) દરમ્યાન કુલ ફીવાળા રૂમોમાં રાત્રે એસીની વ્યવસ્થા આપવામાં આવશે તેમજ પીવાના પાણી માટે સંસ્થામાં આરઓ તેમજ કુલરની વ્યવસ્થા આપવામાં આવશે. સંસ્થામાં રહેતા વિદ્યાર્થીઓ સવારે એક વખત ચા તથા બે ટાઇમ સાત્વિક ભોજન આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં અનુકુળતા માટે શાંત અને એસી લાઇબ્રેરીની વ્યવસ્થા પણ આપવામાં આવશે.

   સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી વિરેનભાઇ ઠક્કરના જણાવ્યા મુજબ જો સંપુર્ણ ફી માફી માટે બીપીએલ કાર્ડ ધરાવતા વિદ્યાર્થીઓની અરજીઓ સંખ્યાબળ કરતા વધુ આવશે તો તે બાબતે પણ યોગ્ય સીટો વધારવાની કોશિષ કરવામાં આવશે.

   લોહાણા જ્ઞાતિના વિદ્યાર્થીઓ આ સંસ્થાનો વધુમાં વધુ લાભ લે તે માટે સંસ્થાના ટ્રસ્ટીઓ સંસ્થામાં બીજો માળ બાંધી સંખ્યાબળ ૪૦૦ ઉપર કરવાની નેમ ધરાવે છે. વધુ માહિતી માટે લોહાણા વિદ્યાર્થી ભવન, ભુદરપુરા રોડ, આંબાવાડી, અમદાવાદ (ફોનઃ ૦૭૯-૨૬૪૬૩૬૫૪) ખાતે સંપર્ક કરી શકાય છે.  (૩-૧૪)

 (03:57 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS