Samachar Gujarat

News of Monday, 20th March, 2017

ચૂંટણી પંચ 'ચિટિયો' ભરે તે પહેલા જ પોલીસ તંત્રના ટોપ ટુ બોટમ ખાલી સ્થાનો બઢતીથી ભરવા માટે ગાંધીનગરમાં ભારે ધમધમાટ

ધારાસભાની ચૂંટણી નિયત સમયે યોજાય કે પછી મે માસના અંતે, પરંતુ તંત્ર તો અત્યારથી જ તૈયારીમાં 'ગળાડૂબ' બન્યુ છે

   રાજકોટ, તા. ૨૦ :. ધારાસભાની ચૂંટણી ચાલુ વર્ષના અંતમાં નિર્ધારીત સમયે યોજાઈ કે પછી મે માસના અંતમાં વહેલી ચૂંટણી થાય એ જે હોય તે પરંતુ તંત્ર કોઈ દ્વિધા રાખ્યા વગર ચૂંટણી સમયે કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ રીતે જાળવી રાખવા માટે ચૂંટણી પંચના આદેશ મુજબ કોઈ જગ્યા પોલીસ તંત્રમાં ખાલી ન રહે તે માટે ટોપ ટુ બોટમ જગ્યા ઉપર બઢતી આપવા માટે ડીપીસીની બેઠક યોજવા સાથે પી.આઈ.થી લઈ ડીજીપી સુધીના સ્થાનો ભરવા માટે કવાયત શરૃ કરી છે.

   પોલીસ ઈન્સ્પેકટર કક્ષાના સિનીયર અધિકારીઓને ડીવાયએસપી તરીકે બઢતી આપવા માટે સિનીયોરીટી લીસ્ટ તૈયાર કરવામાં આવ્યુ છે. ખાલી પડતા સ્થાનો પર તૂર્ત નિમણૂક આપી શકાય અને ચૂંટણી પંચ ઠપકો ન આપે તે માટે બદલી-બઢતીથી જગ્યાઓ ભરવા માટે જેની ભૂમિકા ખાસ મહત્વની હોય છે તેવા ગૃહ ખાતાના જવાબદારો સક્રીય બન્યા છે. બીજી તરફ મહત્વના સ્થાનો મેળવવા ઘણા અફસરોના ગાંધીનગર ખાતેના આંટાફેરા વધી ગયા છે.

   ચાલુ માસે રાજ્યના ડીજી કક્ષાના સિવીલ ડીફેન્સના વડા એચ.પી. સિંઘ તથા થોડા સમયમાં રાજ્યના એસીબી વડા અને ઈન્ચાર્જ ડીજીપી પૃથ્વીપાલ પાન્ડેયજી નિવૃત થવાના હોવાથી તેમજ કેન્દ્રએ એક વધુ જગ્યા મંજુર કરી હોવાથી ૩ ડીજીપીની જગ્યા સિનીયોરીટી મુજબ ભરવા માટે કવાયત શરૃ થઈ છે. જો કે જાણકારોના મત મુજબ આ તમામ સ્થાનોએ દિલ્હીથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની સહમતી બાદ જ પોસ્ટીંગ થશે.

   આઈજીપી કક્ષાએથી એડી. ડીજી પદે જેઓને બઢતી મળવાના સંજોગો નિર્માણ થયા છે તેમા સુરત રેન્જ વડા શમશેરસિંઘ, ઓર્ડરલી વિવાદમાં સપડાયેલા ગૃહ સચિવ મનોજ અગ્રવાલ તથા સુરતના જોઈન્ટ પોલીસ કમિશ્નર ડો. કે.એલ.એન. રાવ તથા સિદ્ધરાજસિંહ ભાટીનો સમાવેશ છે. ડીઆઈજી કક્ષા માટે બ્રજેશ ઝા, અજય ચૌધરી, અભયસિંહ ચુડાસમા, ખત્રી, કે.જી. ભાટી, સુભાષ ત્રિવેદી તથા રાજકોટના કાર્યદક્ષ એડી. પોલીસ કમિશ્નર દિપકકુમાર ભટ્ટને આઈજી બનવાની ઉત્તમ તક સાંપડી છે. એસપી કક્ષાએથી ડીઆઈજી કક્ષાએ બઢતી માટે જેમના નામો ચર્ચાય છે તેમા ભાવનગરના એસપી દિપાંકર ત્રિવેદી, એસપી અશોક યાદવ, એમ.ડી. જાની અને એસ.કે. ગઢવીનો સમાવેશ છે. આ બધી બઢતીનો આધાર ચાલુ વર્ષે નિવૃત થનાર અધિકારીઓ અને ખાલી પડનાર જગ્યા પર સિનીયોરીટી ક્રમ મુજબ બઢતી આપવામાં આવશે.

   ભાવનગર એસપી ત્રિવેદી અને અશોક યાદવ વિગેરે ડીઆઈજી પદ મેળવશે

   રાજકોટઃ એસપી લેવલના સિનીયર કક્ષાના જે અધિકારીઓને ડીઆઈજી તરીકે બઢતી મળે તેવી પુરી સંભાવના છે તેમા ભાવનગરના એસપી દિપાંકર ત્રિવેદી, ગુજરાત સ્ટેટ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના કાર્યદક્ષ એસપી અશોકકુમાર યાદવ તથા એસપી કક્ષાના એમ.ડી. જાની અને ડો. એસ.કે. ગઢવીનો સમાવેશ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે

   રાજકોટના એડી. પોેલીસ કમિશ્નર દિપક ભટ્ટ-અભયસિંહ ચુડાસમા-સુભાષ ત્રિવેદી આઈજીપી પદ મેળવશે

   રાજકોટઃ ડીઆઈજી કક્ષાના જે સિનીયર અધિકારીઓ આઈજી કક્ષાએ બઢતી મેળવવા ભાગ્યશાળી બનશે તેમા જૂનાગઢના પૂર્વ રેન્જ વડા બ્રજેશ ઝા, પંચમહાલ રેન્જના કાર્યદક્ષ રેન્જ વડા અભયસિંહ ચુડાસમા, અજય ચૌધરી, સુભાષ ત્રિવેદી, કે.જી. ભાટી અને રાજકોટના    કાર્યદક્ષ  એડી. પોલીસ કમિશ્નર દિપકકુમાર ભટ્ટ માટે પણ ઉજળા સંજોગો છે

   શમશેરસિંઘ-ડો. કે.એલ.એન. રાવ અને એસ.જી. ભાટીને એડી. ડીજીપી બનાવાશે

   રાજકોટઃ એડીશ્નલ ડીજીપી કક્ષાના વિવિધ પદો ઉપર સિનીયર કક્ષાના આઈજીપી લેવલના અધિકારીઓની પસંદગી થવાની છે તેમા સુરત રેન્જના કાર્યદક્ષ રેન્જ વડા શમશેરસિંઘ (૧૯૯૧ બેચ) તથા ગૃહ સચિવ મનોજ અગ્રવાલની સાથોસાથ સુરતમાં ટુંકાગાળામાં પ્રસંશનીય ફરજ બજાવનાર જોઈન્ટ પોલીસ કમિશ્નર ડો. કે.એલ.એન. રાવ તથા તેમની જ બેચના (૧૯૯૨ બેચ)ના સિદ્ધરાજસિંહ ભાટી માટે ઉજળા સંજોગો નિર્માણ થયા છે

 (02:24 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS