Samachar Gujarat

News of Monday, 20th March, 2017

કોંગ્રેસનો મુરતીયા મેળો : ૧૮૨ વિધાનસભામાં સંમેલનો થશે

યુપીનું પરિણામ કોંગ્રેસ વિરોધી નહિં પણ સત્તા વિરોધી છે તે પ્રચાર પર ભાર : ''કોંગ્રેસ આવે છે'' તેવો નવો નારોઃ ટીકીટ માટે જૂથવાદ આધારીત ખેંચતાણ : દરેક બેઠક પર નિરીક્ષકોની નિમણુંક તુર્તમાં : ૨ એપ્રિલથી આદિવાસી યાત્રા અંગે તૈયારી

   રાજકોટ, તા. ૨૦ : ગુજરાત કોંગ્રેસના પ્રભારી ગુરૂદાસ કામતની હાજરીમાં આજે બપોરે ૨ વાગ્યાથી અમદાવાદ પ્રદેશ કાર્યાલય ખાતે વિધાનસભાની ચૂંટણીના ટીકીટ દાવેદારો તથા પ્રદેશના હોદ્દેદારો અને શહેરના પ્રમુખોની બેઠક યોજાય છે. જેમાં કોંગ્રેસની ચૂંટણીની રણનીતિની ઝલક અપાશે. ૨ એપ્રિલથી કોંગ્રેસ આદિવાસી વિસ્તારોમાં યાત્રા કાઢનાર છે. યાત્રાના પ્રારંભે અથવા વચ્ચે એક દિવસ રાહુલ ગાંધી યાત્રામાં જોડાશે તેની માહિતી અપાશે. તેમ જ ચૂંટણી ગમે ત્યારે આવે કોંગ્રેસ સજ્જ હોવાની વાત કરાશે.

   કોંગ્રેસના આજના મુરતીયા મેળામાં ઉમેદવાર પસંદગીનો કોઈ નિર્ણય થનાર નથી પરંતુ પસંદગીની પ્રક્રિયા બાબતે ચર્ચા કરવામાં આવશે. અગાઉ કોંગ્રેસે વિધાનસભા બેઠક વાર ચૂંટણી લડવા ઈચ્છુક કાર્યકરો પાસેથી ફોર્મ ભરાવી ૧૮૨ બેઠકો માટે ૨૪૦ જેટલા દાવેદારો થયા હતા. આજે તે તમામને બોલાવવામાં આવ્યા છે. કઈ બેઠક પર કોને ટીકીટ મળે છે તેનો નિર્ણય તો ચૂંટણી પૂર્વે દિવસોમાં થશે પરંતુ કોંગ્રેસના  જૂથવાદની દૃષ્ટિએ અત્યારથી જ ખેંચતાણ શરૂ થઈ ગઈ છે.

   સંગઠનમાં બાકી નિમણુંકો અંગે પ્રક્રિયા હવે ઝડપથી હાથ ધરાશે. રાહુલ ગાંધી યુપીની ચુંટણીમાં નવરા થતા હવે ગુજરાતમાં ધ્યાન કેન્દ્રીત કરશે. વિધાનસભા દીઠ નિરક્ષકોની ટંુકમાં નિમણુંક કરવામાં આવશે. ટુંક સમયમાં જ આ વિધાનસભા ક્ષેત્ર દીઠ સંમેલનો થશે. બેઠકોના માર્ગદર્શકોમાં પ્રદેશ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભાના વિપક્ષી નેતા શ્રી શંકરસિંહ વાઘેલા, પ્રદેશ અગ્રણીઓ સિદ્ધાંર્થ પટેલ, અર્જુનભાઈ મોઢવાડીયા, શકિતસિંહ ગોહિલ વગેરેનો સમાવેશ થાય છે. યુપીના પરિણામથી કોંગ્રેસના કાર્યકરોમાં નિરાશા ન આવે તે બાબત પર નેતાઓ ભાર મૂકશે.(૩૭.૧૨)

   

 (12:34 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS