Samachar Gujarat

News of Monday, 20th March, 2017

વકીલોને ઉનાળાના સમયમાં કાળો કોટ પહેરવામાંથી મુકિતઃ સફેદ શર્ટ, ટાઇ ફરજીયાત

   અમદવાદ તા.૨૦: બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન ભરત વી.ભગત અનિલ સી.કેલ્લા તેમજ, હિરાભાઇ એસ.પટેલનાઓએ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની સામાન્યસભામાં છેલ્લા ઘણા વર્ષોથી અમદાવાદ સહિતના જિલ્લાઓ જેવા કે બનના સકાંઠા સાબરકાંઠા, અરવ્લી, કચ્છ, ગોધરા, દાહોદ, નર્મદા સહિતના અને તે જ જિલ્લાઓની તાલુકા અદાલતોમાં ખુબ જ અસહ્ય ગરમીનુ પ્રમાણ વધી જાય છે અને તેવા જિલ્લામાં કોર્ટ કામગીરીનો સમય સવારનો કરવા અને કેસોનું નિરાકરણ કરવા માટે પક્ષકારી અને ધારાશાસ્ત્રી તેમજ જયુડિશીયલ પદાધિકારીઓએ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને ૪૫ ડિગ્રી કરતા પણ કયારેક ગરમીનુ પ્રમાણ વધતુ જાય છે કયારેક કોર્ટ કામગીરી દરમિયાન ધારાશાસ્ત્રીઓ તથા પક્ષકારીને લો તથા હાઇ બ્લડપ્રેશર, ચક્કર આવવા, માથાનો દુખાવો, ઝાડા ઉલ્ટીના બનેલ બનાવોની માહિતી બાર કાઉન્સિલ પાસે આવેલ છે. તેવા સંજોગોમાં નામદાર હાઇકોર્ટમાં જેટલા સમયનુ વેકેશન હોય તે સમય પુરતુ રાજસ્થાન પંજાબ, ઓરિસ્સા, અલાહાબાદ વિગેરે રાજયોનો જેમ ઉનાળાના સમયમાં કોર્ટ કામગીરીનો સમય સવારના ૮.૩૦ થી ૧૨.૩૦ રાખવામા આવે છે અને તે પ્રમાણે ગુજરાતમાં પણ ઉનાળાના સમયમાં કોર્ટ કામકાજનો સમય સવારની રાખવા ગુજરાતની વડી અદાલતના ચીફજસ્ટીસશ્રી સમક્ષ લેખિત રજુઆત કરવામાં આવેલ છે. અગાઉ ગુજરાતના તાલુકા અને જિલ્લાની દિવાની તથા ફોજદારી અદાલતોમાં વેકેશન આપવામાં આવતુ હતુ તે પણ જયારે હવે નહિવત આપવામાં આવે છે તેવા સંજોગોમાં ધારાશાસ્ત્રીઓ અને પક્ષકારોના હિતમાં તેમજ ન્યાયની પ્રક્રિયામાં વિલંબ ન થાય અને કોર્ટનુ કામકાજ ઝડપથી ચાલે તે માટે સવારની કોર્ટ કરવા માંગણી કરેલ છે.

   વર્તમાન સમયમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની રજુઆતને ધ્યાનમાં લઇ માત્ર ઉનાળાના સમય દરમિયાન તારીખ ૧લી એપ્રિલથી તારીખ ૩૧મી જુલાઇ સુધીના સમય દરમિયાન ભારતીય બંધારણના અનુચ્છેદ ૨૩૫ તથા કિમીનલ મેન્યુઅલ ૧૯૭ અનુસાર કાળો કોટ પહેરવામાંથી મુકિત આપવામાં આવેલ છે. આ સમય દરમિયાન ધારાશાસ્ત્રીઓએ સફેદ શર્ટ, સફેદ કોલર્સ સાથે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના લોગોવાળી ટાઇ પહેરવાની ફરજીયાત કરવામાં આવેલ છે. ગુજરાતના ધારાશાસ્ત્રીઓને અને પક્ષકારોને વર્તમાન સમયમાં જયારે ગરમીનુ પ્રમાણ વધતુ જતુ હોય તેવા સંજોગોમાં આ સગવડતા અપુરતી હોય સવારની કોર્ટ કરવા માંગણી કરેલ છે.

 (11:49 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS