Samachar Business

News of Friday, 17th March, 2017

ઘઉંમાંઆવક ઘટતા અથડાતા ભાવ ખાનારવર્ગની ખરીદીથી થશે સુધારો

આગામી સપ્તાહથી નવા ઘઉંની આવક અને ખરીદી વધવાની આશા

   ઘઉં બજારમાં હાલમાં આવકોનું પ્રમાણ ઘટ્યું છે અથવા તો નવા ઘઉંની આવક મર્યાદિત હોય ભાવમાં એકંદરે મજબૂતી જળવાઈ રહી છે રાજયના મોટાભાગના પીઠાઓમાં ઘઉંની સરેરાશ આવક ઓછી થઇ રહી છે અને ભાવ નજીવી વધઘટે અથડાયા કરે છે. વેપારીઓના માનવા મુજબ આગામી સપ્તાહ બાદ નવા ઘઉંની આવક અને ખાનારવર્ગની ખરીદીમાં વધારો થવાની ધારણા છે રાજકોટમાં ૬ હજાર ગુણી અને કેશોદમાં ૭ હજાર ગુણી ઘઉંની આવકો થઇ છે અને મિલબર ઘઉંના ભાવ ૩૦૫દ્મક ૩૧૦ વચ્ચે બોલાય છે આગામી દિવસોમાં સારી કવોલિટીના ઘઉંની ખાનારવર્ગની ખરીદીથી બજારને ટેકો સાંપડશે કેશોદમાં બિલ્ટીમાં ૧૫૭૫ અને મશીન કલીન માં ૧૭૫૦થી ૧૭૮૦ના ભાવ બોલાય છે. વેપારીઓના માનવા મુજબ ઘઉં બજારમાં આગામી દિવસોમાં નવા ઘઉંની આવક વધશે તેવામાં ખાનારવર્ગની ખરીદી પણ નીકળતા ભાવમાં મજબૂતી રહેશે અને વધુ ઘટાડાની શકયતા નથી.

    

 (11:38 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS