Samachar Business

News of Friday, 17th March, 2017

વૈશ્વિક ભાવ દબાતા ખાઘતેલની ટેરિફ વેલ્યુમાં ૪૪ ડોલર સુધી ઘટાડો કરાયો

બ્રાસ સ્ક્રેપની પણ ટેરીફમાં ૪૪ ડોલરનો ઘટાડો

   વૈશ્વિક બજારમાં ખાઘતેલના ભાવ દબાતા કેન્દ્ર સકારે ખાઘતેલની આયાત ટેરિફ વેલ્યુમાં ૪૪ ડોલર સુધીનો ઘટાડો કર્યો છે જેમાં સૌથી ઓછો ઘટાડો સોયાતેલમાં ૯ ડોલરનો કરાયો છે કેન્દ્રીય કસ્ટમ વિભાગના નોટિફિકેશન મુજબ ક્રૂડ પામતેલની ટેરિફ વેલ્યુ ૩૧ ડોલર ઘટાડીને ૭૫૩ પ્રતિ ટન કરી છે ક્રૂડ પામોલીન તેલની ટેરિફ વેલ્યુ ૪૪ ડોલર ઘટાડીને ૭૬૫ ડોલર પ્રતિ ટન  કરી છે જયારે રીફાઇન્ડ પામોલીનની ટેરિફ વેલ્યુમાં ૪૪ ડોલરનો ઘટાડો કરીને ૭૬૮ ડોલર પ્રતિ ટન કરાઈ છે બીજીતરફ વૈશ્વિક બજારમાં મેટલના ભાવ ગગડતા બ્રાસ સ્ક્રેપની ટેરિફ વેલ્યુમાં ૪૪ ડોલરનો ઘટાડો કરીને ૩૧૯૮ ડોલર પ્રતિ ટન કરી છે જોકે ખસખસની ટેરિફ વેલ્યુ ૨૬૪૮ ડોલર અને સોપારીની ટેરિફ વેલ્યુ ૨૫૯૪ ડોલર યથાવત રાખી છે.

 (11:38 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS