Samachar Business

News of Friday, 17th March, 2017

રાજયમાં ઉનાળુ વાવેતર વધીને ૩.૩૮ લાખ હેકટરે આબ્યું: સરેરાશ ૩૪ ટકા વાવણી પૂર્ણ

છેલ્લા સપ્તાહમાં વાવણી વેગીલીઃ ગતવર્ષ કરતા વાવેતર ૨૦ ટકા વધુઃ કઠોળનુ ઘટ્યું

રાજયમાં ઉનાળુ વાવેતર વધીને ૩.૩૮ લાખ હેકટરે આબ્યું: સરેરાશ ૩૪ ટકા વાવણી પૂર્ણ

   રાજયમાં ઉનાળુ વાવેતર ૩,૩૮ લાખ હેકટરે પહોંચ્યું છે તા.૧૫મી સુધીમાં રાજયમાં ૩૪ ટકા વિસ્તારમાં વાવણી પૂર્ણ થઇ છે રાજયમાં ગતવર્ષે આ સમયગાળા દરમિયાન ૨.૮ લાખ હેકટરમાં વાવેતર થયું હતું આમ વાવેતરમાં ૨૦ ટકાનો વધારો થયો છે . રાજયમાં છેલ્લા એક સપ્તાહમાં વાવેતરમાં જબરો વધારો થયો છે ૭ માર્ચના અંતે ૨.૧૧ લાખ હેકટરમાં વાવણી થઇ હતી જેમાં ૧.૨૭ લાખ હેકટરનો ઉમેરો થયો છે.રાજયમાં છેલ્લાં ત્રણ વર્ષમાં ઉનાળુ વાવેતર સરેરાશ ૯.૮૩ લાખ હેકટર વિસ્તારમાં થયું હતું.

   રાજયની કૃષિ નિયામક કચેરીના આંકડા મુજબ ડાંગરનું વાવેતર ૪૪,૦૦૦ હેકટરમાં થયું છે,જે છેલ્લાં ત્રણ વર્ષની ૩૧,૪૦૦ હેકટરની તુલનાએ ૪૦ ટકા વધુ છે.ગત વર્ષે સમાન ગાળામાં ૨૮,૫૦૦ હેકટરમાં વાવેતર થયું હતું. બાજરીનું વાવેતર ૬૭,૮૦૦ હેકટરમાં થયું છે, જે ત્રણ વર્ષની સરેરાશના ૨૪ ટકા છે એક સપ્તાહ અગાઉ બાજરીનું વાવેતર માત્ર ૩૩ હજાર હેકટરમાં હતું આમ એક અઠવાડિયામાં બાજરીનું વાવેતર બમણું થયું છે મકાઈનું વાવેતર ૩,૪૦૦ હેકટરમાં નોંધાયું છે, જે સરેરાશ ૮,૮૦૦ હેકટરની સરખામણીમાં ૩૯ ટકા જેટલું છે.

   રાજયમાં મગફળીનું વાવેતર ૩૫,૪૦૦ હેકટરમાં જે ત્રણ વર્ષના સરેરાશ ૬૬,૩૦૦ હેકટરની તુલનાએ ૫૩ ટકા છે.તલનું વાવેતર ૧૦,૩૦૦ હેકટરમાં થઈ ચૂકયું છે. રાજયમાં સૌથી સારું વાવેતર ડુંગળીનું૧૨,૭૦૦ હેકટરમાં થયું છે જે ૧૦,૩૦૦ના સરેરાશ કરતાં ૨૭ ટકા વધુ  છે. શાકભાજીનું વાવેતર ૪૪,૭૦૦ હેકટર વિસ્તારમાં થયું છે.જે ૧.૨૪ લાખ હેકટરના સરેરાશ વિસ્તારના ૩૬ ટકા જેટલો  છે. છેલ્લા એક સપ્તાહમાં શાકભાજીના વાવેતરમાં ૨૪,૦૦૦ હેકટરનો ઉમેરો થયો છે.

 (11:37 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS